Get App

સોના-ચાંદીમાં ભયંકર તેજી: ચાંદીમાં એક જ દિવસમાં 12,000નો ઉછાળો, ભાવ 2.87 લાખને પાર

MCX Gold Silver Rate: આજે 14 જાન્યુઆરી 2026ના રોજ બુલિયન માર્કેટમાં ઈતિહાસ રચાયો છે. ચાંદીએ તમામ રેકોર્ડ તોડીને 2.87 લાખની સપાટી ક્રોસ કરી છે, જ્યારે સોનું પણ 1.43 લાખને પાર છે. જાણો આજના લેટેસ્ટ ભાવ.

MoneyControl Newsઅપડેટેડ Jan 14, 2026 પર 11:08 AM
સોના-ચાંદીમાં ભયંકર તેજી: ચાંદીમાં એક જ દિવસમાં 12,000નો ઉછાળો, ભાવ 2.87 લાખને પારસોના-ચાંદીમાં ભયંકર તેજી: ચાંદીમાં એક જ દિવસમાં 12,000નો ઉછાળો, ભાવ 2.87 લાખને પાર
MCX Gold Silver Rate: આજે 14 જાન્યુઆરી 2026ના રોજ બુલિયન માર્કેટમાં ઈતિહાસ રચાયો છે.

MCX Gold Silver Rate: ભારતીય વાયદા બજાર એટલે કે MCX પર આજે જાણે તેજીનું તોફાન આવ્યું હોય તેવો માહોલ છે. આજે બુધવાર, 14 જાન્યુઆરી 2026ના રોજ સવારથી જ રોકાણકારોએ બંને હાથે ખરીદી કરતા સોના અને ચાંદીના ભાવમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. ખાસ કરીને ચાંદીના ભાવ જોઈને તો બજારના પંડિતો પણ ચોંકી ગયા છે, કારણ કે ચાંદીએ જૂના તમામ રેકોર્ડ તોડીને આજે નવી જ ઐતિહાસિક સપાટી બનાવી દીધી છે.

ચાંદી બની રોકેટ: ભાવ 2.87 લાખને પાર

આજના દિવસની સૌથી મોટી હાઈલાઈટ ચાંદી રહી છે. MCX પર માર્ચ 2026ના વાયદામાં ચાંદીએ જે રફ્તાર પકડી છે તે અકલ્પનીય છે. ચાંદીમાં એક જ દિવસમાં 12,000થી પણ વધુનો જમ્પ જોવા મળ્યો છે.

ચાંદીની આજની સ્થિતિ

ગઈકાલનો ભાવ: ગઈકાલે બજાર બંધ થયું ત્યારે ચાંદીનો ભાવ 2,75,187 હતો.

આજનો ધમાકેદાર પ્રારંભ: આજે સવારે બજાર ખુલતાની સાથે જ ચાંદી સીધી 2,81,698 પર ખુલી હતી.

નવો રેકોર્ડ: લેવાલી એટલી જોરદાર હતી કે જોતજોતામાં ચાંદીએ 2,87,990ની અત્યાર સુધીની સૌથી ઊંચી (All-Time High) સપાટી બનાવી દીધી. એટલે કે એક ઝાટકે ભાવમાં 12,803 નો ઉછાળો આવ્યો હતો.

બધા સમાચાર

+ વધુુ વાંચો