અમેરિકા સરકારે ઈરાનથી તેલ આયાત કરતી કંપનીઓ અને શિપ નેટવર્ક પર અનેક પ્રતિબંધો લાદ્યા છે. તેમ છતાં, 3 સપ્ટેમ્બરના રોજ ક્રૂડ ઓઈલ ફ્યુચર્સના ભાવમાં ઘટાડો થયો હતો. બુધવારે સવારે 9:58 વાગ્યા સુધીમાં, નવેમ્બર બ્રેન્ટ ઓઈલ ફ્યુચર્સની કિંમત 0.29 ટકા ઘટીને $68.94 પ્રતિ બેરલ થઈ હતી. જ્યારે ઓક્ટોબર WTI (વેસ્ટ ટેક્સાસ ઈન્ટરમીડિયેટ) ક્રૂડ ઓઈલ ફ્યુચર 0.26 ટકા ઘટીને 65.42 ડૉલર પ્રતિ બેરલ થઈ રહ્યા હતા.