Get App

તમારે TrueCallerનો ઉપયોગ કરવાની નહીં પડે જરૂર, Trai ત્રણ અઠવાડિયામાં મોબાઈલ કોલર આઈડી સિસ્ટમ કરશે લોન્ચ

Traiની કોલર આઈડી સિસ્ટમ હાલમાં ઉપયોગમાં લેવાતા ટ્રુકોલરની જગ્યા લઈ શકે છે. આ સિસ્ટમ KYC વેરિફાઈડ થશે.

MoneyControl Newsઅપડેટેડ Nov 18, 2022 પર 9:37 AM
તમારે TrueCallerનો ઉપયોગ કરવાની નહીં પડે જરૂર, Trai ત્રણ અઠવાડિયામાં મોબાઈલ કોલર આઈડી સિસ્ટમ કરશે લોન્ચતમારે TrueCallerનો ઉપયોગ કરવાની નહીં પડે જરૂર, Trai ત્રણ અઠવાડિયામાં મોબાઈલ કોલર આઈડી સિસ્ટમ કરશે લોન્ચ

Telecom Regulatory Authority of India (Trai)એ તેની મોબાઈલ ફોન કોલર આઈડેન્ટિફિકેશન સિસ્ટમ લોન્ચ કરવાની યોજના બનાવી છે. આ સિસ્ટમ KYC વેરિફાઈડ થશે. આગામી ત્રણ સપ્તાહમાં આ સિસ્ટમ કાર્યરત થવાની આશા છે.

મિન્ટના રિપોર્ટ પ્રમાણે, Traiના ચેરપર્સન પીડી વાઘેલાએ 16 નવેમ્બરે જણાવ્યું હતું કે, ટેલિકોમ રેગ્યુલેટર મલ્ટીપલ સ્ક્રીન, સમાન કન્ટેન્ટની સ્થિતિને સંબોધવા માટે નવા નિયમો ઘડવા પર પણ વિચાર કરી રહ્યું છે.

ટ્રાઈની કોલર આઈડી સિસ્ટમ હાલમાં ઉપયોગમાં લેવાતા ટ્રુકોલરની જગ્યા લઈ શકે છે. Truecallerએ સ્વીડિશ કોલર આઈડેન્ટિફાઈન્ગ એપ છે. વાઘેલાએ એચડીને જણાવ્યું હતું કે, ટ્રાઇએ આ સમસ્યાના ઉકેલ માટે વિવિધ હિતધારકો સાથે ચર્ચા કરી છે. આગામી બેથી ત્રણ અઠવાડિયામાં નવી સુવિધા શરૂ થવાની શક્યતા છે.

આ વર્ષે મે મહિનામાં Truecallerના CEO અને સ્થાપક એલેન મામેદીએ કહ્યું હતું કે, TRAI જે કોલર-નેમ ડિસ્પ્લે સિસ્ટમ બનાવવા માંગે છે તે Truecaller સાથે સ્પર્ધા કરી શકશે નહીં.

વાઘેલાએ જણાવ્યું હતું કે, રેગુલેટરી અને કાયદાકીય માળખાએ નવા વિકાસ સાથે તાલમેલ બેસાડવું પડશે.. જેનાથી માત્ર નવી ટેક્નોલોજીનો ઉપયોગ શરૂ કરવાનું સરળ બનશે નહીં, પરંતુ દેશ અને ગ્રાહકોના હિતોનું પણ રક્ષણ થશે. તેમણે કહ્યું કે, રેગુલેટરી સિસ્ટમની નજરમાં જે પ્રથમ વસ્તુ આવી છે તે કન્ટેન્ટનું કન્વર્જન્સ છે. આજે એક જ કન્ટેન્ટ ટેલિવિઝન, સ્માર્ટ કનેક્ટેડ સ્ક્રીન અને સ્માર્ટફોન પર ઉપલબ્ધ છે.

તેમણે કહ્યું કે, આ પ્લેટફોર્મની ડિસ્ટ્રિબ્યુશન મિકેનિઝમમાં તફાવત હોવાને કારણે તેઓ રેગ્યુલેટર માટે પડકાર રજૂ કરે છે. તેથી, કન્વર્જન્સ ટેકનોલોજીની નવી દુનિયામાં, આપણે રેગુલેટરી રીજીમના સંભવિત એલાયમેન્ટ વિશે વિચારવું પડશે. તેમણે આ વાતો CIIની બિગ પિક્ચર સમિટમાં કહી હતી.

બધા સમાચાર

+ વધુુ વાંચો