મેટલ સેક્ટરની દિગ્ગજ કંપની વેદાંત લિમિટેડ (વેદાંતા) એ ઇન્વેસ્ટર્સની દેવાની ચિંતાઓને ધ્યાનમાં રાખીને એક મોટું સ્ટેપ ભર્યું છે. કંપનીએ 10 માર્ચના રોજ બોજો જાહેર કરીને સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંકને $100 મિલિયનની ચુકવણી કરી છે. આમ, કંપનીએ બેંક પાસે ગીરવે મૂકેલા શેરને રિડીમ કર્યા છે. વેદાંતા લિમિટેડે બુધવાર, 15 માર્ચે આ માહિતી આપી હતી. વેદાંતા રિસોર્સિસ એ મુંબઈની લિસ્ટેડ માઈનિંગ અને ઓઈલ એન્ડ ગેસ કંપની વેદાંતા લિમિટેડની બહુમતી માલિક છે.

