Get App

Closing Bell - નિફ્ટી 23,800 ની ઉપર, સેન્સેક્સમાં 1,225 પોઈન્ટનો ઉછાળો; ઓટો, એફએમસીજી (FMCG) અને ખાનગી બેંકોના શેરમાં તેજી

આજે ઑટો, ફાઈનાન્શિયલ સર્વિસ, એફએમસીજી, આઈટી, ફાર્મા, પ્રાઈવેટ બેન્ક, રિયલ્ટી, હેલ્થકેર, કંઝ્યુમર ડ્યુરેબલ્સ અને ઑયલ એન્ડ ગેસ શેરોમાં 0.49-3.65 ટકાનો વધારો જોવા મળી છે. બેન્ક નિફ્ટી 0.98 ટકા વધીને 55,540.05 ના સ્તર પર બંધ થયા છે. જ્યારે મેટલ અને પીએસયુ બેન્ક શેરોમાં ઘટાડો દેખાયો.

MoneyControl Newsઅપડેટેડ Nov 03, 2026 પર 3:59 PM
Closing Bell - નિફ્ટી 23,800 ની ઉપર, સેન્સેક્સમાં 1,225 પોઈન્ટનો ઉછાળો; ઓટો, એફએમસીજી (FMCG) અને ખાનગી બેંકોના શેરમાં તેજીClosing Bell - નિફ્ટી 23,800 ની ઉપર, સેન્સેક્સમાં 1,225 પોઈન્ટનો ઉછાળો; ઓટો, એફએમસીજી (FMCG) અને ખાનગી બેંકોના શેરમાં તેજી
ભારતીય રૂપિયો 16 પૈસા ઉછળીને 94.74 ના સ્તર પર બંધ થયો. જ્યારે સોમવારે ભારતીય રૂપિયો 94.90 ના સ્તર પર બંધ થયો હતો.

આજના કારોબારી દિવસે ભારતીય બજાર વધારાની સાથે બંધ થયા છે. આજે નિફ્ટી 23800 ની ઉપર બંધ થયા જ્યારે સેન્સેક્સે 76917 પર બંધ થયા. આજના કારોબારમાં નિફ્ટીએ 23,810.85 સુધી ઉછળી તો સેન્સેક્સ 76,917.85 સુધી પહોંચ્યો હતો.

ભારતીય રૂપિયો 16 પૈસા ઉછળીને 94.74 ના સ્તર પર બંધ થયો. જ્યારે સોમવારે ભારતીય રૂપિયો 94.90 ના સ્તર પર બંધ થયો હતો.

સ્મૉલકેપ અને મિડકેપ શેરોમાં મજબૂતી જોવા મળી. એનએસઈના મિડકેપ ઈન્ડેક્સ 1.06 ટકા વધીને 58,596.25 ના સ્તર પર બંધ થયા છે. જ્યારે એનએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.31 ટકા વધારાની સાથે 18,652.85 પર બંધ થયા છે.

અંતમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 1,225.07 અંક એટલે કે 1.62% ની મજબૂતીની સાથે 76917.85 ના સ્તર પર બંધ થયા છે. તો એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 370.05 અંક એટલે કે 1.58% ની વધારાની સાથે 23,810.85 ના સ્તર પર બંધ થયા છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો