Car Prices Hike: મારુતિ સુઝુકી, ટાટા મોટર્સ, કિયા પછી હવે અગ્રણી ઓટોમોબાઈલ કંપનીઓ હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયા અને હોન્ડાએ પણ પ્રોડક્શન ખર્ચમાં વધારો થવાને કારણે તેમના વ્હીકલના ભાવમાં વધારો કરવાની જાહેરાત કરી છે. હ્યુન્ડાઇ મોટર ઇન્ડિયાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે તે એપ્રિલ 2025થી તેના વ્હીકલના ભાવમાં 3 ટકાનો વધારો કરવા જઈ રહી છે. કંપનીએ જણાવ્યું હતું કે વ્હીકલના ભાવ વિવિધ મોડેલો અને વેરિઅન્ટના આધારે વધારવામાં આવશે. હ્યુન્ડાઇએ જણાવ્યું હતું કે વ્હીકલની કિંમતમાં વધારો કરવાનો આ નિર્ણય વધતા પ્રોડક્શન ખર્ચ, કોમોડિટીના ભાવમાં વધારો અને ઊંચા સંચાલન ખર્ચને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે.

