Get App

CarTrade Tech Q1 Results: નફામાં 19%નો જંગી ઉછાળો છતાં શેર 7% ધડામ, જાણો રોકાણકારોનો મૂડ કેમ બગડ્યો?

CarTrade Techના Q1 પરિણામો જાહેર થતા જ શેરમાં 7% નો મોટો કડાકો બોલ્યો. વાર્ષિક નફો 19% વધવા છતાં રોકાણકારો કેમ નિરાશ થયા? જાણો કંપનીની આર્થિક સ્થિતિ અને શેરના લેટેસ્ટ અપડેટ્સ.

MoneyControl Newsઅપડેટેડ Jul 29, 2026 પર 1:55 PM
CarTrade Tech Q1 Results: નફામાં 19%નો જંગી ઉછાળો છતાં શેર 7% ધડામ, જાણો રોકાણકારોનો મૂડ કેમ બગડ્યો?CarTrade Tech Q1 Results: નફામાં 19%નો જંગી ઉછાળો છતાં શેર 7% ધડામ, જાણો રોકાણકારોનો મૂડ કેમ બગડ્યો?
અગાઉના ક્વાર્ટરની સરખામણીમાં કંપનીની આવકમાં 1 ટકાનો ઘટાડો થયો છે અને નફો 21 ટકા જેટલો ગગડી ગયો છે. બસ આ જ આંકડાએ રોકાણકારોનો મૂડ બગાડ્યો અને બજારમાં ભારે વેચવાલી શરૂ થઈ ગઈ.

CarTrade Tech Q1 Results: જો તમે શેરબજારપર નજર રાખો છો, તો તમે જાણતા જ હશો કે ક્યારેક શાનદાર પરિણામો છતાં શેર તૂટી જતા હોય છે. આજે આવું જ કંઈક કારટ્રેડ ટેકના શેર સાથે બન્યું છે. કારવાલે, બાઈકવાલે, કારટ્રેડ અને ઓએલએક્સ ઈન્ડિયા જેવી મોટી બ્રાન્ડ્સ ચલાવતી આ કંપનીના શેર રિઝલ્ટ આવતા પહેલા લીલા નિશાનમાં હતા, પરંતુ પરિણામ જાહેર થતાં જ તેમાં મોટો કડાકો બોલી ગયો.

નફા અને આવકમાં વાર્ષિક ધોરણે સારો એવો વધારો થયો હોવા છતાં કંપનીનો શેર 7 ટકાથી વધુ તૂટ્યો છે. ચાલો સમજીએ શું છે આ મોટા ઘટાડા પાછળનું અસલી કારણ.

શેર કેમ તૂટ્યો? આ છે મુખ્ય કારણ

જૂન ક્વાર્ટરમાં કંપનીએ વાર્ષિક ધોરણે ખૂબ સારો દેખાવ કર્યો છે, પરંતુ રોકાણકારોની નજર ક્વાર્ટર-ઓન-ક્વાર્ટરના આંકડાઓ પર પડી હતી. અગાઉના ક્વાર્ટરની સરખામણીમાં કંપનીની આવકમાં 1 ટકાનો ઘટાડો થયો છે અને નફો 21 ટકા જેટલો ગગડી ગયો છે. બસ આ જ આંકડાએ રોકાણકારોનો મૂડ બગાડ્યો અને બજારમાં ભારે વેચવાલી શરૂ થઈ ગઈ.

વેચવાલીનું દબાણ એટલું હતું કે શેર ઈન્ટ્રા-ડેમાં 7.22 ટકા તૂટીને સીધો 2,741.00 ના સ્તર પર આવી ગયો. નીચલા સ્તરેથી થોડી ખરીદી આવતા હાલમાં આ શેર BSE પર 3.52 ટકાના ઘટાડા સાથે 2,850.10 પર ટ્રેડ કરી રહ્યો છે.

Q1 રિઝલ્ટના મુખ્ય હાઇલાઇટ્સ (વાર્ષિક ધોરણે)

ભલે ત્રિમાસિક ધોરણે ઘટાડો હોય, પણ વાર્ષિક ધોરણે કંપનીના આંકડા મજબૂત રહ્યા છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો