Get App

Dabur Q4 Result: નફામાં દેખાણો 0.5% ઘટાડો, કંપનીએ ₹2.70 પ્રતિશેરના ડિવિડન્ડની કરી જાહેરાત

Dabur Q4 Result: માર્ચ ક્વાર્ટરમાં કંપનીનો નફો વર્ષના આધાર પર 0.5 ટકા ઘટીને 292.7 કરોડ રૂપિયા રહ્યો છે જ્યારે ગત નાણાકીય વર્ષના આ સમયમાં કંપનીનો નફો 294.3 કરોડ રૂપિયા પર હતો. જ્યારે CNBC-TV 18 ના પોલમાં કંપનીનો નફો 350 કરોડ રૂપિયા પર રહેવાનું અનુમાન કરવામાં આવ્યુ હતુ.

MoneyControl Newsઅપડેટેડ May 04, 2023 પર 3:27 PM
Dabur Q4 Result: નફામાં દેખાણો 0.5% ઘટાડો, કંપનીએ ₹2.70 પ્રતિશેરના ડિવિડન્ડની કરી જાહેરાતDabur Q4 Result: નફામાં દેખાણો 0.5% ઘટાડો, કંપનીએ ₹2.70 પ્રતિશેરના ડિવિડન્ડની કરી જાહેરાત
તમને જણાવી દઈએ કે ડાબર ઈન્ડિયાએ રોકાણકારો માટે 2.70 રૂપિયા પ્રતિ શેરના ડિવિડન્ડની જાહેરાત કરી છે.

Dabur Q4 Result: હાઉસહોલ્ડ અને પર્સનલ પ્રોડક્ટ બનાવા વાળી દેશની દિગ્ગજ કંપની ડાબર ઈન્ડિયા (Dabur) એ 04 મે ના નાણાકીય વર્ષ 2022-23 ના ચોથા ક્વાર્ટરના પરિણામ રજુ કરી દીધા છે. 31 માર્ચ 2023 ના સમાપ્ત થયેલ આ ક્વાર્ટરમાં કંપનીનો નફો વર્ષના આધાર પર ઘટ્યો છે અને આ બજાર અનુમાનથી ઓછા રહ્યા છે. જોકે ચોથા ક્વાર્ટરમાં કંપનીની આવકમાં વધારો જોવાને મળ્યો છે. માર્ચ ક્વાર્ટરમાં કંપનીનો નફો વર્ષના આધાર પર 0.5 ટકા ઘટીને 292.7 કરોડ રૂપિયા પર રહ્યો છે જ્યારે ગત વર્ષ આ સમયમાં કંપનીનો નફો 294.3 કરોડ રૂપિયા પર હતો. જ્યારે CNBC-TV 18 ના પોલમાં કંપનીનો નફો 350 કરોડ રૂપિયા પર રહેવાનું અનુમાન કરવામાં આવ્યુ હતુ.

આવક વધી

કંપનીની આવકની વાત કરીએ તો ચોથા ક્વાર્ટરમાં કંપનીની આવક વર્ષ-દર-વર્ષના આધાર પર 6.4 ટકા વધીને 2,677.8 કરોડ રૂપિયા પર રહી છે જો કે ગત નાણાકીય વર્ષના આ સમયમાં કંપનીની આવક 2,517.8 કરોડ રૂપિયા પર રહી હતી. જ્યારે CNBC-TV18 ના પોલમાં તેના 2,670 કરોડ રૂપિયા રહેવાનું અનુમાન કરવામાં આવ્યુ હતુ.

એબિટામાં આવ્યો ઘટાડો

બધા સમાચાર

+ વધુુ વાંચો