Get App

Dividend Stocks: શેરબજારના રોકાણકારો માટે ખુશખબર! RVNL અને HUDCO સહિત આ 4 સરકારી કંપનીઓ આપશે મોટું ડિવિડન્ડ, ફટાફટ નોંધી લો Ex-Date

Dividend Stocks: RVNL, HUDCO, NBCC અને Mazagon Dock આપશે ડિવિડન્ડ. જાણો આ 4 સરકારી કંપનીઓની Ex-Date, જૂન ક્વાર્ટરના પરિણામો અને સંપૂર્ણ વિગતો.

MoneyControl Newsઅપડેટેડ Aug 17, 2026 પર 9:22 AM
Dividend Stocks: શેરબજારના રોકાણકારો માટે ખુશખબર! RVNL અને HUDCO સહિત આ 4 સરકારી કંપનીઓ આપશે મોટું ડિવિડન્ડ, ફટાફટ નોંધી લો Ex-DateDividend Stocks: શેરબજારના રોકાણકારો માટે ખુશખબર! RVNL અને HUDCO સહિત આ 4 સરકારી કંપનીઓ આપશે મોટું ડિવિડન્ડ, ફટાફટ નોંધી લો Ex-Date
આ કંપનીઓએ તાજેતરમાં જ તેમના જૂન ક્વાર્ટરના પરિણામો પણ જાહેર કર્યા છે. જેમાં કેટલીક કંપનીઓના નફામાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો છે, તો કોઈના રેવેન્યુએ રોકાણકારોનું ધ્યાન ખેંચ્યું છે.

Dividend Stocks: શેરબજારમાં ડિવિડન્ડની રાહ જોતા રોકાણકારો માટે ખૂબ જ સારા સમાચાર છે. આગામી સપ્તાહમાં HUDCO, NBCC, RVNL અને Mazagon Dock Shipbuilders જેવી 4 મોટી સરકારી કંપનીઓ (PSU) ડિવિડન્ડ આપવા જઈ રહી છે. આ ચારેય કંપનીઓની એક્સ-ડિવિડન્ડ ડેટ (Ex-Date) 17થી 20 ઓગસ્ટની વચ્ચે છે.

આ કંપનીઓએ તાજેતરમાં જ તેમના જૂન ક્વાર્ટરના પરિણામો પણ જાહેર કર્યા છે. જેમાં કેટલીક કંપનીઓના નફામાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો છે, તો કોઈના રેવેન્યુએ રોકાણકારોનું ધ્યાન ખેંચ્યું છે. ચાલો જાણીએ આ કંપનીઓના ડિવિડન્ડ, એક્સ-ડેટ અને ક્વાર્ટર રિઝલ્ટ વિશેની સંપૂર્ણ માહિતી.

1. HUDCO

સરકારી હાઉસિંગ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફાઈનાન્સ કંપની HUDCO ની એક્સ-ડિવિડન્ડ ડેટ 17 ઓગસ્ટ છે. કંપનીએ પોતાના શેરધારકોને પ્રતિ શેર 1.50 રૂપિયાનું ફાઈનલ ડિવિડન્ડ આપવાની જાહેરાત કરી છે.

પરિણામો: જૂન ક્વાર્ટરમાં કંપનીનો ચોખ્ખો નફો 35% વધીને 851 કરોડ રૂપિયા થઈ ગયો છે. જ્યારે તેની આવક 26.6% વધીને 3,717 કરોડ રૂપિયા પર પહોંચી છે. કંપનીની લોન ગ્રોથ અને એસેટ ક્વોલિટી ખૂબ જ મજબૂત રહી છે.

2. NBCC

સરકારી કન્સ્ટ્રક્શન કંપની NBCC (India) પણ 17 ઓગસ્ટે એક્સ-ડિવિડન્ડ થશે. આ કંપની તેના રોકાણકારોને પ્રતિ શેર 0.15 રૂપિયાનું વચગાળાનું ડિવિડન્ડ આપી રહી છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો