ગૂગલે સુપર કોમ્પ્યુટિંગની દુનિયામાં હલચલ મચાવી દીધી છે. ટેક કંપનીએ વિશ્વની સૌથી ઝડપી ક્વોન્ટમ કમ્પ્યુટિંગ ચિપ વિલો રજૂ કરી છે. કંપનીના સીઈઓ સુંદર પિચાઈએ પોતાના એક્સ હેન્ડલ દ્વારા આ જાણકારી આપી છે. ગૂગલ આ ચિપ પર ઘણા સમયથી કામ કરી રહ્યું હતું. એક્સના બોસ એલોન મસ્કે પણ ગૂગલની આ ચિપમાં રસ દાખવ્યો છે અને પિચાઈની પોસ્ટનો જવાબ આપ્યો છે. કંપનીનો દાવો છે કે આ સુપર કમ્પ્યુટિંગ ચિપ સૌથી જટિલ ગણતરીઓને પણ પળવારમાં ઉકેલી શકે છે.