Get App

Hindalco Q1 Results : હિન્દાલ્કોની બમ્પર કમાણી, નફામાં 75%નો જંગી ઉછાળો, ઈતિહાસમાં પહેલીવાર 7000 કરોડનો આંકડો પાર કર્યો

આદિત્ય બિરલા ગ્રુપની કંપની હિન્દાલ્કોના Q1 પરિણામો જાહેર. નફામાં 75% નો અધધ વધારો થતાં ચોખ્ખો નફો 7,013 કરોડ રૂપિયે પહોંચ્યો. જાણો શેર પર શું અસર થઈ અને લેટેસ્ટ અપડેટ.

MoneyControl Newsઅપડેટેડ Aug 07, 2026 પર 4:38 PM
Hindalco Q1 Results : હિન્દાલ્કોની બમ્પર કમાણી, નફામાં 75%નો જંગી ઉછાળો, ઈતિહાસમાં પહેલીવાર 7000 કરોડનો આંકડો પાર કર્યોHindalco Q1 Results : હિન્દાલ્કોની બમ્પર કમાણી, નફામાં 75%નો જંગી ઉછાળો, ઈતિહાસમાં પહેલીવાર 7000 કરોડનો આંકડો પાર કર્યો
કંપનીના આ શાનદાર ત્રિમાસિક પરિણામોની સકારાત્મક અસર શેર બજારમાં પણ જોવા મળી હતી. રિઝલ્ટના આંકડા સામે આવતા જ હિન્દાલ્કોનો શેર 2.58 ટકા ઊછળીને 1,053 રૂપિયાના મજબૂત સ્તરે બંધ રહ્યો હતો.

Hindalco Q1 Results : આદિત્ય બિરલા ગ્રુપની ફ્લેગશિપ કંપની હિન્દાલ્કો ઇન્ડસ્ટ્રીઝે7 ઓગસ્ટના રોજ પોતાના એપ્રિલ-જૂન ક્વાર્ટરના શાનદાર પરિણામો જાહેર કર્યા છે. આ વખતે કંપનીએ કમાણીના તમામ જૂના રેકોર્ડ તોડી નાખ્યા છે અને પોતાના રોકાણકારોને ખુશ કરી દીધા છે.

ઇતિહાસમાં પ્રથમ વખત 7000 કરોડથી વધુ નફો

હિન્દાલ્કોના ઇતિહાસમાં આ પહેલીવાર બન્યું છે કે જ્યારે કંપનીએ કોઈ એક ક્વાર્ટરમાં 7,000 કરોડ રૂપિયાથી વધુનો નફો રળ્યો હોય.જૂન ક્વાર્ટરમાં કંપનીનો કન્સોલિડેટેડ ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે 75 ટકા વધીને 7,013 કરોડ રૂપિયા નોંધાયો છે. ગયા વર્ષે આ જ સમયગાળામાં કંપનીનો નફો 4,004 કરોડ રૂપિયા હતો. જો આવકની વાત કરીએ તો, જૂન ક્વાર્ટરમાં કંપનીનું કન્સોલિડેટેડ રેવેન્યુ 32 ટકાના વધારા સાથે 84,825 કરોડ રૂપિયા પર પહોંચી ગયું છે. કંપનીનો એબિડ્ટા પણ 73 ટકાના ઉછાળા સાથે 14,989 કરોડ રૂપિયા રહ્યો છે.

વિવિધ બિઝનેસ સેક્ટરમાં રેકોર્ડ બ્રેક પ્રદર્શન

કંપનીના મેનેજિંગ ડિરેક્ટર સતીશ પાઈએ જણાવ્યું હતું કે, જૂન ક્વાર્ટરમાં કંપનીના ઇન્ડિયા બિઝનેસનું પ્રદર્શન એકદમ અદભુત રહ્યું છે. એલ્યુમિનિયમ અપસ્ટ્રીમ, એલ્યુમિનિયમ ડાઉનસ્ટ્રીમ, કોપર અને નોવેલિસ- આ તમામ બિઝનેસે અત્યાર સુધીનો સૌથી વધુ ત્રિમાસિક એબિડ્ટા હાંસલ કર્યો છે. Oswego પ્લાન્ટમાં ફરીથી ઉત્પાદન શરૂ થવાને કારણે અને કંપનીના કોસ્ટ

ઓપ્ટિમાઇઝેશન પ્રોગ્રામના ફાયદાથી નોવેલિસના નફામાં ઘણો સુધારો જોવા મળ્યો છે. તેનો એબિડ્ટા 37 ટકા વધીને 4,875 કરોડ રૂપિયા નોંધાયો છે. હાલમાં Bay Minuette માં પણ ઉત્પાદન શરૂ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. હિન્દાલ્કોના એલ્યુમિનિયમ અપસ્ટ્રીમ બિઝનેસનો એબિડ્ટા વાર્ષિક ધોરણે 81 ટકાના ગ્રોથ સાથે 7,390 કરોડ રૂપિયાના રેકોર્ડ લેવલ પર પહોંચી ગયો છે. કોપર બિઝનેસમાં પણ તેજી જોવા મળી છે. તેનો એબિડ્ટા 36 ટકા વધીને 918 કરોડ રૂપિયા થઈ ગયો છે. આ ઉપરાંત, જૂન મહિનાના અંતે હિન્દાલ્કોનો કન્સોલિડેટેડ નેટ ડેટ (દેવું) અને એબિડ્ટાનો રેશિયો 1.95 ગણો રહ્યો છે, જે ગયા વર્ષે સમાન ક્વાર્ટરમાં 1.02 ગણો હતો.

શેર બજારમાં હિન્દાલ્કોનો દબદબો

બધા સમાચાર

+ વધુુ વાંચો