Whirlpool India Q1 Results: જાણીતી કન્ઝ્યુમર ડ્યુરેબલ અને હોમ એપ્લાયન્સીસ કંપની વર્લપુલ ઇન્ડિયાએ પોતાના જૂન ક્વાર્ટરના નાણાકીય પરિણામો જાહેર કર્યા છે. આ પરિણામો રોકાણકારો માટે થોડા નિરાશાજનક રહ્યા છે. કંપનીની આવકમાં ભલે વધારો થયો હોય, પરંતુ નફા અને માર્જિનમાં મોટો ઘટાડો નોંધાયો છે. આ નબળા પરિણામોની સીધી અસર આજે શેરબજારમાં કંપનીના શેર પર જોવા મળી હતી.

