Reliance Jio Patent Filing: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની ટેકનોલોજી કંપની, જિયો પ્લેટફોર્મ્સ લિમિટેડે નાણાકીય વર્ષ 2024-25માં એક નવી ઊંચાઈ હાંસલ કરી છે. સરકારી રિપોર્ટ અનુસાર, જિયો હવે ગ્લોબલ પેટન્ટ ફાઇલિંગના મામલે ભારતની નંબર 1 કંપની બની ગઈ છે. આ સિદ્ધિ કંપનીના આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને ડીપ-ટેકનોલોજી પરના ફોકસનું પરિણામ છે.

