Nvidia AI revolution: સિલિકોન વેલીની આઈટી જાયન્ટ Nvidia AIના જાદુથી $5 ટ્રિલિયનના નવા રેકોર્ડ તરફ ઝડપથી આગળ વધી રહી છે. માત્ર ત્રણ મહિના પહેલાં જ $4 ટ્રિલિયનનું માર્કેટ કેપ પાર કરનારી આ કંપની હવે વિશ્વની પ્રથમ $5 ટ્રિલિયન (લગભગ 417 લાખ કરોડ) મૂલ્યની કંપની બનવાના ધોરણે છે. એક અહેવાલ મુજબ, આ અદ્ભુત ગ્રોથનું મુખ્ય કારણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ની ટેકનિકલ ક્રાંતિ છે, જે ટેક્નોલોજીની દિશા બદલી રહી છે.

