Get App

પૂર્વ CEO જેનસન હુઆંગના સ્કેન્ડલ વચ્ચે પણ Nvidia એ છાપ્યા અઢળક પૈસા! પહેલીવાર રેવન્યુ 100 અબજ ડોલરને પાર, જાણો કંપનીના પરિણામો

Nvidia Q2 Results: પૂર્વ CEO જેનસન હુઆંગના વિવાદ વચ્ચે Nvidia એ જબરદસ્ત ત્રિમાસિક પરિણામો જાહેર કર્યા છે. કંપનીની આવક પહેલીવાર 115.8 અબજ ડોલર પહોંચી છે. વાંચો સંપૂર્ણ વિગત.

MoneyControl Newsઅપડેટેડ Nov 18, 2026 પર 1:09 PM
પૂર્વ CEO જેનસન હુઆંગના સ્કેન્ડલ વચ્ચે પણ Nvidia એ છાપ્યા અઢળક પૈસા! પહેલીવાર રેવન્યુ 100 અબજ ડોલરને પાર, જાણો કંપનીના પરિણામોપૂર્વ CEO જેનસન હુઆંગના સ્કેન્ડલ વચ્ચે પણ Nvidia એ છાપ્યા અઢળક પૈસા! પહેલીવાર રેવન્યુ 100 અબજ ડોલરને પાર, જાણો કંપનીના પરિણામો
ગયા વર્ષના સમાન ગાળાની સરખામણીએ ઓક્ટોબર ક્વાર્ટરમાં કંપનીનું વેચાણ બમણાથી પણ વધુ રહ્યું છે. બજારના નિષ્ણાતોને પણ આટલા મજબૂત પરિણામોની અપેક્ષા ન હતી.

Nvidia Q2 Results: અમેરિકન ટેકનોલોજી કંપની એનવીડિયા એ ફરી એકવાર સાબિત કરી દીધું છે કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ચિપ માર્કેટમાં તેનો દબદબો અકબંધ છે. કંપનીના પૂર્વ CEO જેનસન હુઆંગના રાજીનામા અને તેમના અંગત વિવાદો વચ્ચે પણ કંપનીએ શેરબજારની અપેક્ષા કરતા ઘણા સારા પરિણામો આપ્યા છે.

ઓક્ટોબરમાં પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં કંપનીનું સેલ્સ રેવન્યુ ઇતિહાસમાં પહેલીવાર 100 અબજ ડોલરનો આંકડો વટાવીને 115.8 અબજ ડોલર પર પહોંચી ગયું છે. આ દરમિયાન કંપનીએ 65.3 અબજ ડોલરનો જંગી નફો કર્યો છે. વૉલ સ્ટ્રીટના અંદાજ કરતા આ આંકડા ઘણા ચઢિયાતા સાબિત થયા છે, જેના પગલે અમેરિકન શેરબજારમાં Nvidia ના શેરમાં લગભગ 4 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો.

1 વર્ષમાં વેચાણ બમણાથી વધુ વધ્યું

ગયા વર્ષના સમાન ગાળાની સરખામણીએ ઓક્ટોબર ક્વાર્ટરમાં કંપનીનું વેચાણ બમણાથી પણ વધુ રહ્યું છે. બજારના નિષ્ણાતોને પણ આટલા મજબૂત પરિણામોની અપેક્ષા નહોતી. હાલમાં કંપનીના વચગાળાના CEO તરીકેની જવાબદારી સંભાળી રહેલા ચીફ ફાઇનાન્શિયલ ઓફિસર (CFO) કોલેટ ક્રેસે રોકાણકારો સાથેની વાતચીતમાં જણાવ્યું કે, બજારમાં Nvidia ની AI ચિપ્સની માંગ સતત વધી રહી છે અને તેને પહોંચી વળવા કંપની સપ્લાય પણ વધારી રહી છે. તેમણે વિશ્વાસ અપાવ્યો કે તમામ ગ્રાહકો, બિઝનેસ પાર્ટનર્સ અને કર્મચારીઓ કંપનીની સાથે મજબૂતીથી ઊભા છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો