One97 કોમ્યુનિકેશન્સ લિમિટેડ, જે Paytm બ્રાન્ડ નામ હેઠળ એપ-આધારિત પેમેન્ટ સર્વિસ પૂરી પાડે છે, તેણે યુઝર્સ, દુકાનદારો, ફ્રીલાન્સર્સ અને નાના વ્યવસાયો માટે એક ખાસ ફિચર શરૂ કરી છે. આમાં, Paytm એપ ખોલ્યા વિના, યુઝર્સ ફોનની હોમ સ્ક્રીન પર QR કોડ બતાવીને પેમેન્ટ રિસિવ કરી શકશે. આ ફિચર માટે, Paytmએ મની રિસીવ QR વિજેટ લોન્ચ કર્યું છે. iOS યુઝર્સ તરફથી પોઝિટિવ રિસ્પોન્સ મળ્યા પછી, Paytmએ Android માટે હોમ સ્ક્રીન QR વિજેટ રજૂ કર્યું, જેનાથી એપ્લિકેશન ખોલ્યા વિના પેમેન્ટ રિસિવ કરવાનું શક્ય બન્યું.

