Get App

Tata Motors CV Q1 Results : નફો 83% ઉછળીને 2560 કરોડ થયો, રેવન્યુમાં પણ 20%નો જંગી વધારો

ટાટા ગ્રુપની કંપની ટાટા મોટર્સ કોમર્શિયલ વ્હીકલએ શાનદાર Q1 પરિણામો જાહેર કર્યા છે. કંપનીનો નફો 83% વધીને 2560 કરોડ થયો છે. જાણો કંપનીના લેટેસ્ટ રિઝલ્ટ અને શેરની સંપૂર્ણ સ્થિતિ.

MoneyControl Newsઅપડેટેડ Aug 12, 2026 પર 5:15 PM
Tata Motors CV Q1 Results : નફો 83% ઉછળીને 2560 કરોડ થયો, રેવન્યુમાં પણ 20%નો જંગી વધારોTata Motors CV Q1 Results : નફો 83% ઉછળીને 2560 કરોડ થયો, રેવન્યુમાં પણ 20%નો જંગી વધારો
ટાટા મોટર્સ માત્ર ડીઝલ-પેટ્રોલ જ નહીં, પરંતુ ઇલેક્ટ્રિક કોમર્શિયલ વ્હીકલ સેગમેન્ટમાં પણ ઝડપથી આગળ વધી રહી છે. કંપનીના eSCV સેગમેન્ટે મે અને જૂન મહિનામાં અત્યાર સુધીનું સૌથી બેસ્ટ પર્ફોર્મન્સ આપ્યું છે.

Tata Motors CV Q1 Results : ટાટા ગ્રુપની દિગ્ગજ કંપની ટાટા મોટર્સ કોમર્શિયલ વ્હીકલ્સ લિમિટેડે 12 ઓગસ્ટના રોજ પોતાના જૂન ક્વાર્ટરના આંકડા જાહેર કર્યા છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને લોજિસ્ટિક્સ સેક્ટરમાંથી મળેલી મજબૂત ડિમાન્ડના કારણે કંપનીએ આ ક્વાર્ટરમાં જોરદાર કમાણી કરી છે.

નફો અને રેવન્યુમાં મોટો ઉછાળો

કંપનીના રિઝલ્ટ પર નજર કરીએ તો, તેનો કન્સોલિડેટેડ ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે 83% ના જંગી ઉછાળા સાથે 2,560 કરોડ પર પહોંચી ગયો છે. માત્ર નફો જ નહીં, પરંતુ કંપનીની આવકમાં પણ મોટો વધારો થયો છે. ચાલુ નાણાકીય વર્ષના પહેલા ક્વાર્ટરમાં કંપનીની ઓપરેશન્સમાંથી થતી રેવન્યુ 20% વધીને 20,576 કરોડ થઈ ગઈ છે, જે ગયા વર્ષે આ જ સમયગાળામાં 17,192 કરોડ હતી.

કંપનીના MD અને CEO ગિરીશ વાઘના જણાવ્યા અનુસાર, નાણાકીય વર્ષ 2027 ના પહેલા ક્વાર્ટરમાં કોમર્શિયલ વાહન ઉદ્યોગમાં સારી મજબૂતી જોવા મળી છે. ટાટા મોટર્સના કોમર્શિયલ વ્હીકલ્સના વેચાણ (વોલ્યુમ) માં વાર્ષિક ધોરણે 26% નો વધારો નોંધાયો છે.

ઇલેક્ટ્રિક વાહનોની ડિમાન્ડ વધી

ટાટા મોટર્સ માત્ર ડીઝલ-પેટ્રોલ જ નહીં, પરંતુ ઇલેક્ટ્રિક કોમર્શિયલ વ્હીકલ સેગમેન્ટમાં પણ ઝડપથી આગળ વધી રહી છે. કંપનીના eSCV સેગમેન્ટે મે અને જૂન મહિનામાં અત્યાર સુધીનું સૌથી બેસ્ટ પર્ફોર્મન્સ આપ્યું છે.આ બે મહિનામાં આ સેગમેન્ટની ભાગીદારી 10% રહી હતી. પહેલા ક્વાર્ટરમાં eSCV સેગમેન્ટમાં ટાટા મોટર્સનો માર્કેટ શેર 47% રહ્યો હતો.

EBITDA માર્જિન અને માર્કેટ શેરની સ્થિતિ

બધા સમાચાર

+ વધુુ વાંચો