Get App

Tata Tech Q2 Result: વર્ષના આધાર પર નફો 5.2% ઘટ્યો, આવક 2.1% વધી

કંપનીની આવકની વાત કરીએ તો બીજા ક્વાર્ટરમાં કંપનીની આવક વર્ષ-દર-વર્ષના આધાર પર 2.1 ટકા વધીને 1,699 કરોડ રૂપિયા પર રહી છે જો કે ગત નાણાકીય વર્ષના આ સમયમાં કંપનીની આવક 1665 કરોડ રૂપિયા પર રહી હતી.

MoneyControl Newsઅપડેટેડ Oct 14, 2026 પર 4:55 PM
Tata Tech Q2 Result: વર્ષના આધાર પર નફો 5.2% ઘટ્યો, આવક 2.1% વધીTata Tech Q2 Result: વર્ષના આધાર પર નફો 5.2% ઘટ્યો, આવક 2.1% વધી
Tata Tech Q2 Result: ટાટા ટેક (Tata Tech) એ 14 ઓક્ટોબરના નાણાકીય વર્ષ 2026-27 ના બીજા ક્વાર્ટરના પરિણામ રજુ કરી દીધા છે.

Tata Tech Q2 Result: ટાટા ટેક (Tata Tech) એ 14 ઓક્ટોબરના નાણાકીય વર્ષ 2026-27 ના બીજા ક્વાર્ટરના પરિણામ રજુ કરી દીધા છે. 31 ઓગસ્ટ 2026 ના સમાપ્ત થયેલ આ ક્વાર્ટરમાં કંપનીનો નફો વર્ષના આધાર પર ઘટ્યો છે. બીજા ક્વાર્ટરમાં કંપનીની આવકમાં પણ વધારો જોવાને મળ્યો છે.

બીજા ક્વાર્ટરમાં કંપનીનો નફો વર્ષના આધાર પર 5.2 ટકા ઘટીને 171.4 કરોડ રૂપિયા પર રહ્યો છે જ્યારે છેલ્લા વર્ષના આધાર પર કંપનીનો નફો 180.8 કરોડ રૂપિયા પર હતો.

કંપનીની આવકની વાત કરીએ તો બીજા ક્વાર્ટરમાં કંપનીની આવક વર્ષ-દર-વર્ષના આધાર પર 2.1 ટકા વધીને 1,699 કરોડ રૂપિયા પર રહી છે જો કે ગત નાણાકીય વર્ષના આ સમયમાં કંપનીની આવક 1665 કરોડ રૂપિયા પર રહી હતી.

વર્ષ દર વર્ષના આધાર પર બીજા ક્વાર્ટરમાં કંપનીના એબિટા 0.8 ટકા વધારાની સાથે 219 કરોડ રૂપિયા પર રહ્યા છે જો કે ગત નાણાકીય વર્ષના આ સમયમાં 220.7 કરોડ રૂપિયા પર હતા. બીજા ક્વાર્ટરમાં કંપનીના એબિટડા માર્જિન ગત ક્વાર્ટરના 13.3 ટકા થી ઘટીને 12.9 ટકા પર આવી ગયા છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો