Welspun India Q4 Result: ટેક્સટાઈલ સેક્ટરની કંપની Welspun India એ 27 એપ્રિલના નાણાકીય વર્ષ 2022-23 ના ચોથા ક્વાર્ટરના પરિણામ રજુ કરી દીધા છે. 31 માર્ચ 2023 ના સમાપ્ત થયેલા આ ક્વાર્ટરમાં કંપનીનો નફો વર્ષના આધાર પર 140 ટકા વધ્યો છે જ્યારે આવકમાં 3.3 ટકાનો ઘટાડો આવ્યો છે. માર્ચ ક્વાર્ટરમાં કંપનીનો નફો વર્ષના આધાર પર 140 ટકા વધીને 125.4 કરોડ રૂપિયા પર રહ્યો છે જ્યારે છેલ્લા નાણાકીય વર્ષના આ સમયમાં કંપનીનો નફો 52.2 કરોડ રૂપિયા રહ્યો હતો.

