Wipro Q2 Result: વિપ્રો (Wipro) એ 16 ઓક્ટોબરના નાણાકીય વર્ષ 2025-26 ના બીજા ક્વાર્ટરના પરિણામ રજુ કરી દીધા છે. 30 સપ્ટેમ્બર 2025 ના સમાપ્ત થયેલ આ ક્વાર્ટરમાં કંપનીની આવક અને ડૉલર આવકમાં વધારો જોવાને મળ્યો છે.


Wipro Q2 Result: વિપ્રો (Wipro) એ 16 ઓક્ટોબરના નાણાકીય વર્ષ 2025-26 ના બીજા ક્વાર્ટરના પરિણામ રજુ કરી દીધા છે. 30 સપ્ટેમ્બર 2025 ના સમાપ્ત થયેલ આ ક્વાર્ટરમાં કંપનીની આવક અને ડૉલર આવકમાં વધારો જોવાને મળ્યો છે.
આવકમાં વધારો
કંપનીની આવકની વાત કરીએ તો બીજા ક્વાર્ટરમાં કંપનીની આવક ક્વાર્ટર-દર-ક્વાર્ટરના આધાર પર 2.5 ટકા વધીને 22,641 કરોડ રૂપિયા પર રહી છે જો કે ગત ક્વાર્ટરના આ સમયમાં કંપનીની આવક 22,080 કરોડ રૂપિયા પર રહી હતી. જ્યારે CNBC-TV18 ના પોલમાં તેના 22,700 કરોડ રૂપિયા રહેવાનું અનુમાન કરવામાં આવ્યુ હતુ.
ડૉલર આવકમાં વધારો
કંપનીની આવકની વાત કરીએ તો બીજા ક્વાર્ટરમાં કંપનીની ડૉલર આવક ક્વાર્ટર-દર-ક્વાર્ટરના આધાર પર 0.6 ટકા વધીને 2,604.3 કરોડ પર રહી છે જો કે ગત ક્વાર્ટરના આ સમયમાં કંપનીની ડૉલર આવક 2,587.4 કરોડ પર રહી હતી. જ્યારે CNBC-TV18 ના પોલમાં તેના 2,595 કરોડ રહેવાનું અનુમાન કરવામાં આવ્યુ હતુ.
એબિટામાં આવ્યો વધારો
ક્વાર્ટર દર ક્વાર્ટરના આધાર પર બીજા ક્વાર્ટરમાં કંપનીના એબિટા 6 ટકા વધારાની સાથે 3,783 કરોડ રૂપિયા પર રહ્યા છે જો કે ગત ક્વાર્ટરના આ સમયમાં 3,572 કરોડ રૂપિયા પર હતા. જો કે CNBC-TV18 ના પોલમાં 3,820 કરોડ રૂપિયા રહેવાનું અનુમાન કરવામાં આવ્યુ હતુ.
બીજા ક્વાર્ટરમાં કંપનીના એબિટડા માર્જિન ગત ક્વાર્ટરના 16.2 ટકા થી વધીને 16.7 ટકા પર આવી ગયા છે. જ્યારે CNBC-TV18 ના પોલમાં તેના 16.8 ટકા પર રહેવાનું અનુમાન કર્યુ હતુ.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.