Get App

Crypto Price: ક્રિપ્ટો માર્કેટમાં આજે જોરદાર ટ્રેન્ડ રહ્યું, જાણો ટૉપ-10 કરન્સીના લેટેસ્ટ રેટ

Crypto Price: ક્રિપ્ટો માર્કેટમાં આજે જોરદાર વલણ જોવા મળી રહ્યું છે. સૌથી મોટા ક્રિપ્ટો બિટકૉઈન (BitCoin) લાંબા સમય બાદ 20 હજાર ડૉલરને પાર પહોંચી ગયો છે. જો કે તેનો માર્કેટ શેરમાં ઘટાડો આવ્યો છે પરંતુ હજી પણ આ 40 ટકાને પાર છે. એક સપ્તાહમાં તે લગભગ 21 ટકા મજબૂત થયો છે. જ્યારે બીજા સૌથી મોટા ક્રિપ્ટો ઈથેરિયમ (Ethereum) પણ 1 ટકાથી વધુ મજબૂત થઈને 1500

MoneyControl Newsઅપડેટેડ Jan 17, 2023 પર 9:30 AM
Crypto Price: ક્રિપ્ટો માર્કેટમાં આજે જોરદાર ટ્રેન્ડ રહ્યું, જાણો ટૉપ-10 કરન્સીના લેટેસ્ટ રેટCrypto Price: ક્રિપ્ટો માર્કેટમાં આજે જોરદાર ટ્રેન્ડ રહ્યું, જાણો ટૉપ-10 કરન્સીના લેટેસ્ટ રેટ

Crypto Price: ક્રિપ્ટો માર્કેટમાં આજે (16 જાન્યુઆરી) ફરી જોરદાર વલણ જોવા મળી રહ્યું છે. સૌથી મોટા ક્રિપ્ટો બિટકૉઈન (BitCoin) લાંબા સમય બાદ 20 હજાર ડૉલરને પાર પહોંચી ગયો છે. જો કે તેનો માર્કેટ શેરમાં ઘટાડો આવ્યો છે પરંતુ હજી પણ આ 40 ટકાને પાર છે. એક બિટકૉઈન હજી 0.83 ટકાની તેજી સાથે 20,815.85 ડૉલર (16.99 લાખ રૂપિયા)ના ભાવ પર (Bitcoin Price)માં મળી રહ્યા છે. એક સપ્તાહમાં તે લગભગ 21 ટકા મજબૂત થયો છે. જ્યારે બીજા સૌથી મોટા ક્રિપ્ટો ઈથેરિયમ (Ethereum) પણ 1 ટકાથી વધુ મજબૂત થઈને 1500 ડૉલરને પાર પહોંચી ગયો છે.

માર્કેટ કેપના હિસાબથી ટૉપ-10 શુમાર તમામ ક્રિપ્ટો ગ્રીન ઝોનમાં છે. પૂરા ક્રિપ્ટો માર્કેટની વાત કરે તો છેલ્લા 24 કલાકમાં વૌશ્વિક માર્કેટ કેપમાં 1.10 ટકાની તેજી આવી છે અને તે 97.91 હજાર કરોડ ડૉલર (79.93 લાખ કરોડ રૂપિયા) પર પહોંચી ગઈ છે.

સાત દિવસમાં 43 ટકા સુધીની તેજી

માર્કેટ કેપના હિસાબથી ટૉપ 10 ક્રિપ્ટોકરેન્સીમાં માત્ર એક બાઈનેન્સ યૂએસડી (Binance USD) રેડ ઝોનમાં છે. જો કે આ પણ લગભગ ફ્લેટ ભાવ પર છે. સાત દિવસોમાં સૌથી વધુ સોલાન (Solana) મજબૂત થઈ છે. તે લગભગ 43 ટકા મજબૂત થયો છે. ટૉપના બે ક્રિપ્ટોની વાત કરે તો એક સપ્તાહમાં બિટકૉઈન લગભગ 21 ટકા મજબૂત થયો છે તો ઈથેરિયમમાં પણ 13 ટકાથી વધું તેજી આવી છે.

ટૉપ 10 ક્રિપ્ટોકરેન્સીઝમાં વલણ

ક્રિપ્ટો

હાલના ભાવ

24 કલાકમાં ઉતાર-ચઢાવ

બિટકોઈન (Bitcoin) 20,815.85 ડોલર 0.83 ટકા
એથેરિયમ (Ethereum) 1,542.93 ડોલર 1.17 ટકા
ટેથર (Tether) 1.0 ડોલર 0.02 ટકા
બીએનબી (BNB) 299.10 ડોલર 1.44 ટકા
યૂએસડી કૉઇન (USD Coin) 1.0 ડૉલર 0.01 ટકા
એક્સઆરપી (XRP) 0.386 ડોલર 0.82 ટકા
બિનાંસે યુએસડી (Binance USD) 0.9999 ડોલર 0.01 ટકા
ડૉજકૉઈન (Dogecoin) 0.08419 ડોલર 0.59 ટકા
કાર્ડાનો (Cardano) 0.3505 ડોલર 2.12 ટકા
સોલાના (Solana) 23.34 ડોલર 3.99 ટકા

સોર્સઃ કોઈનમાર્કેટ કેપ, ભાવ સમાચાર લખવાના સમયે

બધા સમાચાર

+ વધુુ વાંચો