Paddy, Wheat Procurement : છેલ્લાં આઠ વર્ષમાં ઘઉં અને ડાંગરની સરકારી ખરીદીમાં જથ્થા અને મૂલ્યની દૃષ્ટિએ નોંધપાત્ર વધારો થયો છે. વાસ્તવમાં, મિનિમમ ટેકાના ભાવ (MSP)માં વધારો અને વધુ રાજ્યોમાંથી પ્રાપ્તિને કારણે આ શક્ય બન્યું છે. ખાદ્ય મંત્રાલયના એક અધિકારીએ આ માહિતી આપી છે. ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (FCI) પણ હવે વધુ ઘઉં અને ડાંગરની ખરીદી કરી રહ્યું છે, જેનાથી MSP હેઠળ આવરી લેવામાં આવેલા ખેડૂતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. FCI દેશમાં અનાજની પ્રાપ્તિ અને વિતરણ માટે નોડલ એજન્સી છે.

