Get App

Petrol Diesel Price: શું તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલ મોંઘુ થયુ, જાણો નવા રેટ

Petrol Diesel Price Today 12 October: આજે દેશના કેટલાક રાજ્યોમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં વધારો જોવાને મળ્યો છે. ઉત્તર પ્રદેશમાં પેટ્રોલ 0.41 રૂપિયા પ્રતિ લીટર મોંઘુ થયુ.

MoneyControl Newsઅપડેટેડ Oct 12, 2022 પર 1:00 PM
Petrol Diesel Price: શું તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલ મોંઘુ થયુ, જાણો નવા રેટPetrol Diesel Price: શું તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલ મોંઘુ થયુ, જાણો નવા રેટ

Petrol Diesel Price Today 12 October: આજે દેશના કેટલાક રાજ્યોમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં વધારો જોવાને મળ્યો છે. ઉત્તર પ્રદેશમાં પેટ્રોલ 0.41 રૂપિયા પ્રતિ લીટર મોંઘુ થયુ. જ્યારે, યૂપીમાં ડીઝલ 0.40 રૂપિયા વધીને 89.97 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયા છે. રાજસ્થાનમાં પેટ્રોલ 0.15 રૂપિયા વધીને 108.69 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 0.14 રૂપિયા મોંઘુ થઈને 93.92 રૂપિયા પ્રતિ લીટર પર આવી ગયા છે. તેના સિવાય પંજાબ, ઓડિશા અને ઉત્તરાખંડમાં પણ આજે ઈંધણની કિંમતોમાં વધારો જોવામાં આવ્યો. જો કે, મહાનગરોમાં કિંમતોમાં કોઈ વધારો નથી થયો.

ક્રૂડ ઑયલના ભાવ ઘટ્યા

મંગળવારના ગ્લોબલ બજારમાં કાચા તેલની કિંમતોમાં ઘટાડો જોવામાં આવ્યો. બ્રેંટ ક્રૂડના ભાવ ઘટીને 93.79 ડૉલર પ્રતિ બેરલ પર આવી ગયા છે. જ્યારે, ડબ્લ્યૂટીઆઈ 88.66 ડૉલર પ્રતિ બેરલ પર પહોંચી ગયા.

મહાનગરોમાં 12 ઑક્ટોબરના આ રહ્યા ભાવ

દિલ્હીમાં પેટ્રોલની કિંમત 96.72 રૂપિયા પ્રતિ લીટર છે જ્યારે ડીઝલની કિંમત 89.62 રૂપિયા પ્રતિ લીટર છે. આ વચ્ચે, મુંબઈમાં પેટ્રોલ અને ડીઝલ ક્રમશ: 106.31 રૂપિયા અને 94.27 રૂપિયા પ્રતિ લીટર પર વેચાઈ રહ્યુ છે. જ્યારે, ચેન્નઈમાં પેટ્રોલ 102.63 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 94.24 રૂપિયા પ્રતિ લીટર પર વેચાઈ રહ્યુ છે. કોલકતામાં પેટ્રોલની કિંમત 106.23 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમત 92.76 રૂપિયા પ્રતિ લીટર છે.

આ રીતે ચેક કરો આજના ભાવ

પેટ્રોલ-ડીઝલના ભાવ રોજના બદલ્યા છે અને સવારે 6 વાગ્યે અપડેટ થઈ જાય છે. પેટ્રોલ-ડીઝલના રોજના રેટ તમે SMS ના દ્વારા પણ જાણી શકાય છે (How to check diesel petrol price daily). ઈંડિયન ઑયલના કસ્ટમર RSP ની સાથે શહેરના કોડ લખીને 9224992249 નંબર પર અને BPCL ઉપભોક્તા RSP લખીને 9223112222 નંબર પર મોકલી જાણકારી હાસિલ કરી શકે છે. જ્યારે, HPCL ઉપભોક્તા HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને ભાવ જાણી શકાય છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો