Mahila Saving Certificate: નાણા પ્રધાન નિર્મલા સીતારમણે 1 ફેબ્રુઆરીએ તેમના બજેટ ભાષણમાં મહિલાઓ માટે નવી બચત યોજનાની જાહેરાત કરી હતી જેનું નામ અપાયું છે મહિલા સન્માન બચત સર્ટિફિકેટ. આ યોજના મહિલાઓ માટે માર્ચ 2025 સુધી બે વર્ષ માટે ઉપલબ્ધ રહેશે. આમાં મહિલા કે યુવતીના નામે 2 લાખ રૂપિયા સુધીનું રોકાણ કરી શકાય છે, જેના પર વાર્ષિક 7.5 ટકા વ્યાજ આપવામાં આવશે. આમાં આંશિક ઉપાડનો ઓપ્શન ઉપલબ્ધ હશે.

