Get App

ભારતની સ્થિતિ બહુ ખરાબ નથી, વૈશ્વિક સ્થિતિની થોડી અસર થશે: મિહિર વોરા

આગળ માર્કેટની ચાલ કેવી રહેશે તે જાણીશું મેક્સ લાઇફ ઇન્સ્યોરન્સના ડાયરેક્ટર સીઆઈઓ, મિહિર વોરા પાસેથી.

MoneyControl Newsઅપડેટેડ Mar 12, 2023 પર 10:47 AM
ભારતની સ્થિતિ બહુ ખરાબ નથી, વૈશ્વિક સ્થિતિની થોડી અસર થશે: મિહિર વોરાભારતની સ્થિતિ બહુ ખરાબ નથી, વૈશ્વિક સ્થિતિની થોડી અસર થશે: મિહિર વોરા

મિહિર વોરાનું કહેવુ છે કે માર્કેટમાં હાલ હેડવિંડ હોય એવું લાગે છે. વૈશ્વિક સ્તરે વ્યાજ દરમાં હજૂ વધારો થવાની શક્યતા છે. માર્કેટમાં ઘણી અનિશ્ચિતતા બનેલી છે. મ્યુચ્યુઅલ ફંડના ફ્લોમાં બહુ વધુ ફેરફાર નથી થયો. લાંબા ગાળાના રોકાણકારોનો ફ્લો સાધારણ ચાલુ જ છે.

મિહિર વોરાના મતે USમાં બૉન્ડના યીલ્ડ વધવાના કારણે ફ્લો થોડો બહાર ગયો છે. વૈશ્વિક સ્તરે સ્લોડાઉન વધુ ગંભીર દેખાઇ છે. ભારતની સ્થિતિ બહુ ખરાબ નથી, વૈશ્વિક સ્થિતિની થોડી અસર થશે. ભારતમાં મોંઘવારી નિયંત્રણમાં આવી રહી છે, ગંભીર મુદ્દો નથી. સ્થાનિક કન્ઝ્મ્પ્શન સેક્ટર પર વધુ ભરોસો છે.

Trade Spotlight: ગુરૂવારે આ શેરોએ દેખાડી જોરદાર તેજી, જાણો આગળ તેમાં ખરીદી, વેચાણ કે હોલ્ડ કરવુ

મિહિર વોરાનું માનવુ છે કે અનિશ્ચિતતાના સમયે રિટેલ આધારિત બેન્કમાં વધુ રોકાણ થાય છે. ખાનગી બેન્કોનો માર્કેટ શૅર વધી રહ્યો છે. છેલ્લા 3-4 મહિનાનો ક્રેડિટ ગ્રોથ યથાવત્ રહેશે. રેસિડેન્શિયલ રિયલ એસ્ટેટમાં ડિમાન્ડ પરત આવી રહી છે. મેટલ પર ન્યુટ્રલ મત બની રહ્યો છે.

મિહિર વોરાના મુજબ જે સેક્ટરમાં PLI સ્કીમની જરૂરત છે ત્યાં સરકાર આપે છે. ચીનનો પર્યાય બનવા માટે ભારત માટે લેબર ફોર્સ છે. ગ્લોબલ એક્સપોઝર ધરાવતા સેક્ટરમાં રોકાણથી બચો.

બધા સમાચાર

+ વધુુ વાંચો