Exicom Tele Systems IPO: ઇલેક્ટ્રિક વાહનો માટે ચાર્જર બનાવતી કંપની એક્ઝિકોમ ટેલિ-સિસ્ટમ્સ (Exicom Tele Systems)ના આઈપીઓનું પ્રાઈઝ બેન્ડ નક્કી થઈ ગયું છે. આ ઈશ્યૂ 27 ફેબ્રુઆરીએ સબ્સક્રિપ્શન ખુલશે અને તેમાં 135-142 રૂપિયાના પ્રાઈઝ બેન્ડમાં પૈસા લગાવી શકે છે. એન્કર રોકાણકાર માટે આ ઈશ્યૂ 26 ફેબ્રુઆરીએ ખુલ્યો છે. આ કંપનીમાં પહેલાથી જ ઘરેલૂ માર્કેટમાં લિસ્ટેડ HFCLની પણ ભાગીદારી છે અને તેની પાસે 7.74 ટકા ભાગીદારી છે. એક્ઝિકૉમનો આઈપીઓને કારણે HFCLના શેર આ વર્ષ અત્યાર સુધી 32 ટકા વધી ગયો છે.