Get App

Farm Peace IPO: લિસ્ટ થતાં જ લોઅર સર્કિટ લાગી, છતાં રોકાણકારોને એક જ લોટ પર 95000નો બમ્પર નફો!

Farm Peace IPOની BSE SME પર શાનદાર એન્ટ્રી. લિસ્ટ થતાં જ શેર લોઅર સર્કિટ પર પહોંચ્યો છતાં રોકાણકારોને 1 લોટ પર 95000નો તોતિંગ નફો. જાણો સંપૂર્ણ માહિતી.

MoneyControl Newsઅપડેટેડ Sep 08, 2026 પર 11:25 AM
Farm Peace IPO: લિસ્ટ થતાં જ લોઅર સર્કિટ લાગી, છતાં રોકાણકારોને એક જ લોટ પર 95000નો બમ્પર નફો!Farm Peace IPO: લિસ્ટ થતાં જ લોઅર સર્કિટ લાગી, છતાં રોકાણકારોને એક જ લોટ પર 95000નો બમ્પર નફો!
આ IPO ને રોકાણકારો તરફથી સાધારણ પ્રતિસાદ મળ્યો હતો અને રિટેલ રોકાણકારોનો હિસ્સો પણ પૂરો ભરાયો ન હતો.

Farm Peace IPO: શેરબજારમાં રોકાણ કરતા લોકો માટે એક મોટા અને રસપ્રદ સમાચાર સામે આવ્યા છે. ખેડૂતો પાસેથી ચિપ્સ અને ફ્રેન્ચ ફ્રાય માટે બટાકા ઉગાડાવતી કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કંપની 'ફાર્મ પીસ'ના શેરની આજે BSE SME પ્લેટફોર્મ પર ધમાકેદાર એન્ટ્રી થઈ છે.

આ IPO ને રોકાણકારો તરફથી સાધારણ પ્રતિસાદ મળ્યો હતો અને રિટેલ રોકાણકારોનો હિસ્સો પણ પૂરો ભરાયો ન હતો. આમ છતાં, લિસ્ટિંગના દિવસે જે રોકાણકારોને શેર લાગ્યા છે તેમની ચાંદી થઈ ગઈ છે. લિસ્ટિંગ બાદ શેરમાં તરત જ લોઅર સર્કિટ લાગી ગઈ હોવા છતાં રોકાણકારોને પ્રતિ લોટ 95000 નો માતબર નફો થઈ રહ્યો છે.

શેરબજારમાં કેવી રહી એન્ટ્રી?

ઈશ્યૂ પ્રાઇસ: આ IPO હેઠળ શેરનો ભાવ 59 નક્કી કરવામાં આવ્યો હતો.

લિસ્ટિંગ પ્રાઇસ: આજે BSE SME પર આ શેર 112.10 ના ભાવે લિસ્ટ થયો. એટલે કે રોકાણકારોને સીધો 90%નો લિસ્ટિંગ ગેઇન મળ્યો.

હાલની સ્થિતિ: જોકે, લિસ્ટિંગ પછી થોડી જ વારમાં શેરમાં કડાકો બોલ્યો અને શેર તૂટીને 106.50 ના લોઅર સર્કિટ પર આવી ગયો.

નફાની ગણતરી: લોઅર સર્કિટ વાગ્યા પછી પણ રોકાણકારો હજુ 80.51% ના નફામાં છે. આ IPO નો લોટ સાઈઝ 2000 શેરનો હતો. તેથી ગણતરી કરીએ તો, એક લોટ પર રોકાણકારોને અત્યારે પણ 95000 નો ચોખ્ખો ફાયદો થઈ રહ્યો છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો