Innova Captab IPO Listing: ફાર્માસ્યુટિકલ કંપની ઈનોવા કેપ્ટબના શેરનું લિસ્ટિંગ નબળું રહ્યું છે. કંપનીના શેર તેની IPO પ્રાઈઝ કરતા માત્ર 0.92 ટકાના પ્રીમિયમ પર લિસ્ટ થયા છે. ઇનોવા કેપ્ટાબનો શેર બીએસઈ પર 452.10 રૂપિયા પર સેટલ થયો છે, જે તેની 448 રૂપિયાની ઇશ્યૂ પ્રાઈઝ કરતાં 0.92 ટકા વધુ હતો. ઈનોવા કેપટેબનો 570 કરોડ રૂપિયાનો આઈપીઓ 21 થી 26 ડિસેમ્બરના દરમિયાન બોલી માટે ખુલ્યો હતો.