Get App

રોકાણકારો સાવધાન! 2026માં આવશે IPOનો મહાકુંભ, 190 કંપનીઓ ઉભા કરશે 2.5 લાખ કરોડ

Upcoming IPO in India 2026: વર્ષ 2026માં ભારતીય શેરબજારમાં રોકાણની મોટી તકો આવવાની છે! જાણો કઈ રીતે 190 જેટલી કંપનીઓ IPO દ્વારા 2.5 લાખ કરોડ એકઠા કરવાની તૈયારીમાં છે અને રોકાણકારો માટે આ કેટલું ફાયદાકારક બની શકે છે.

MoneyControl Newsઅપડેટેડ Dec 12, 2025 પર 2:39 PM
રોકાણકારો સાવધાન! 2026માં આવશે IPOનો મહાકુંભ, 190 કંપનીઓ ઉભા કરશે 2.5 લાખ કરોડરોકાણકારો સાવધાન! 2026માં આવશે IPOનો મહાકુંભ, 190 કંપનીઓ ઉભા કરશે 2.5 લાખ કરોડ
વર્ષ 2026માં ભારતીય શેરબજારમાં રોકાણની મોટી તકો આવવાની છે!

Upcoming IPO in India 2026: ભારતીય શેરબજારમાં જે રીતે તેજીનો માહોલ ચાલી રહ્યો છે, તેને જોતાં આવનારું વર્ષ રોકાણકારો માટે વધુ એક શાનદાર તક લઈને આવી રહ્યું છે. વર્ષ 2025 એ છેલ્લા 18 વર્ષમાં IPO માર્કેટ માટે રેકોર્ડબ્રેક રહ્યું છે, પરંતુ 2026 આ રેકોર્ડને પણ તોડી નાખે તેવી પૂરી સંભાવના છે. બજારના નિષ્ણાતો અને SEBIના આંકડા મુજબ, લગભગ 190 કંપનીઓ આવતા વર્ષે IPO લાવવા માટે લાઈનમાં ઉભી છે અને તેમનો ટાર્ગેટ બજારમાંથી 2.50 લાખ કરોડ જેવી માતબર રકમ એકઠી કરવાનો છે.

IPO માર્કેટ કેમ આટલું ગરમ છે?

આ તેજી પાછળનું મુખ્ય કારણ બજારમાં રોકાણકારોનો વધતો ઉત્સાહ છે. ખાસ કરીને નાના એટલે કે રિટેલ રોકાણકારો પ્રાયમરી માર્કેટમાં ભારે રસ દાખવી રહ્યા છે. આ તકનો લાભ ઉઠાવવા માટે મોટી કંપનીઓ અને વેન્ચર કેપિટલ ફંડ્સ પણ પોતાના IPO લાવવા માટે ઉતાવળા બન્યા છે.

SEBI (સિક્યુરિટીઝ એન્ડ એકસચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા) ના ડેટા પર નજર કરીએ તો, 88 કંપનીઓને IPO લાવવા માટે SEBI ની મંજૂરી મળી ચૂકી છે. 104 કંપનીઓની અરજીઓ હજુ વિચારણા હેઠળ છે. આ બધી કંપનીઓ મળીને આવતા વર્ષે 2.50 લાખ કરોડથી વધુનું ભંડોળ એકત્ર કરવાનું લક્ષ્ય રાખી રહી છે.

પાછલા વર્ષોની સરખામણી

જો આપણે પાછલા વર્ષોના આંકડા જોઈએ તો આ તેજી કેટલી મોટી છે તેનો અંદાજ આવશે:

2025: 100 કંપનીઓએ IPO દ્વારા લગભગ 1.77 લાખ કરોડ એકઠા કર્યા.

બધા સમાચાર

+ વધુુ વાંચો