LG Electronics IPO: ભારતીય IPO માર્કેટમાં આ વર્ષના ત્રીજા સૌથી મોટા IPO તરીકે LG Electronics Indiaનું 11,607 કરોડનું પબ્લિક ઇશ્યુ આજથી ખુલી રહ્યું છે. Tata Capitalના 15,500 કરોડ અને HDB Financialના 12,500 કરોડ IPO પછી આ OFS (ઓફર ફોર સેલ) આધારિત ઇશ્યુમાં કોઈ નવા શેર્સ ઇશ્યુ થતા નથી – બધા 10.18 કરોડ શેર્સ તેની સાઉથ કોરિયન પેરન્ટ કંપની LG Electronics Inc. વેચશે. રોકાણકારો 9 ઓક્ટોબર સુધી બિડ લગાવી શકે છે, જ્યારે 10 ઓક્ટોબરે એલોટમેન્ટ અને 14 ઓક્ટોબરે BSE-NSE પર લિસ્ટિંગ થશે.

