Markets News: સ્ટોક માર્કેટ માટે 2025ની શરૂઆત સારી રહી નથી. જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં બજારમાં મોટો ઘટાડો જોવા મળ્યો. પરંતુ, 2025ની શરૂઆત પ્રાઇમરી માર્કેટ માટે સારી રહી છે. જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં, કંપનીઓએ પ્રાથમિક એટલે કે IPO માર્કેટમાંથી રેકોર્ડ ફંડ એકત્ર કર્યું. આ પહેલા ક્યારેય કોઈ વર્ષની શરૂઆતમાં કંપનીઓએ પ્રાઇમરી માર્કેટમાંથી આટલા બધા પૈસા એકઠા કર્યા ન હતા. 2025ના પહેલા બે મહિનામાં 9 મોટી કંપનીઓએ IPO દ્વારા 15,723 કરોડ રૂપિયા એકત્ર કર્યા. 40 SMEએ IPO દ્વારા લગભગ રુપિયા 1,804 કરોડ એકત્ર કર્યા.