Upcoming IPOs: ભારતીય શેરબજારમાં રોકાણની નવી તકો ખુલવાની તૈયારીમાં છે. બજાર નિયામક SEBIએ Canara Robeco Asset Management, Hero Motors સહિત 6 કંપનીઓને IPO લાવવાની મંજૂરી આપી દીધી છે. આ કંપનીઓમાં Pine Labs, Orkla India, Manipal Payments and Identity Solutions અને MV Photovoltaic Powerનો પણ સમાવેશ થાય છે. SEBIની વેબસાઇટ પર ઉપલબ્ધ માહિતી અનુસાર, આ કંપનીઓએ એપ્રિલથી જુલાઈ 2025 દરમિયાન IPOના ડ્રાફ્ટ ડોક્યુમેન્ટ્સ ફાઇલ કર્યા હતા અને 2થી 12 સપ્ટેમ્બર દરમિયાન મંજૂરી મળી.