Vandan Foods IPO Listing: ગુજરાતની કેસ્ટર ઓઇલ ઉત્પાદક કંપની વંદન ફૂડ્સ લિમિટેડના શેર આજે BSE SME પર ધમાકેદાર એન્ટ્રી સાથે લિસ્ટ થયા. રૂપિયા 115ના ઇશ્યૂ પ્રાઇસની સામે શેર રૂપિયા 125 પર લિસ્ટ થયો, એટલે કે IPO રોકાણકારોને 8.7%નો લિસ્ટિંગ ગેન મળ્યો. પરંતુ આ ખુશી થોડી જ વાર ટકી, કારણ કે પ્રોફિટ બુકિંગના દબાણે શેર ઘટીને રૂપિયા 120 પર આવી ગયો, જે હવે 4.35%ના નફા પર ટ્રેડ કરે છે.

