Get App

અમદાવાદમાં હડકંપ: 10 સ્કૂલો, મોદી સ્ટેડિયમ અને દિલજીત દોસાંઝના કાર્યક્રમમાં બોમ્બ બ્લાસ્ટની ખાલિસ્તાની ધમકી

Ahmedabad bomb threat: અમદાવાદમાં 10 સ્કૂલો, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અને દિલજીત દોસાંઝના કાર્યક્રમને ઉડાવી દેવાની બોમ્બ ધમકીથી ખળભળાટ મચ્યો છે. ખાલિસ્તાની આતંકીઓએ ઈમેલ કરી આપી ધમકી.

MoneyControl Newsઅપડેટેડ Oct 07, 2026 પર 1:04 PM
અમદાવાદમાં હડકંપ: 10 સ્કૂલો, મોદી સ્ટેડિયમ અને દિલજીત દોસાંઝના કાર્યક્રમમાં બોમ્બ બ્લાસ્ટની ખાલિસ્તાની ધમકીઅમદાવાદમાં હડકંપ: 10 સ્કૂલો, મોદી સ્ટેડિયમ અને દિલજીત દોસાંઝના કાર્યક્રમમાં બોમ્બ બ્લાસ્ટની ખાલિસ્તાની ધમકી
આ ધમકીભર્યા ઈમેલમાં અમદાવાદની જાણીતી 10 સ્કૂલોના નામ લખવામાં આવ્યા છે.

Ahmedabad bomb threat: અમદાવાદ શહેરમાંથી આજે એક ખૂબ જ ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. એક ધમકીભર્યા ઈમેલે આખા શહેરના તંત્રને દોડતું કરી દીધું છે. અમદાવાદની 10 જેટલી નામાંકિત સ્કૂલો, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અને પ્રખ્યાત પંજાબી સિંગર દિલજીત દોસાંઝના કાર્યક્રમમાં બોમ્બ બ્લાસ્ટ કરવાની ધમકી આપવામાં આવી છે. આ ઈમેલ મળ્યા બાદ સ્થાનિક પોલીસ અને તમામ સુરક્ષા એજન્સીઓ હરકતમાં આવી ગઈ છે અને સઘન તપાસ શરૂ કરી દીધી છે.

કઈ કઈ સ્કૂલોને બનાવવામાં આવી નિશાન?

આ ધમકીભર્યા ઈમેલમાં અમદાવાદની જાણીતી 10 સ્કૂલોના નામ લખવામાં આવ્યા છે. જેમાં મુખ્યત્વે નીચેની સ્કૂલોનો સમાવેશ થાય છે:

* વેજલપુર વિસ્તારની ઝાયડસ સ્કૂલ

* સેટેલાઈટની બોડકદેવ સ્કૂલ ફોર ચિલ્ડ્રન

* છારોડી સ્થિત એસજીવીપી (SGVP) સ્કૂલ

* સંત કબીર સ્કૂલ

બધા સમાચાર

+ વધુુ વાંચો