Get App

નવરાત્રીમાં ખેલૈયાઓ માટે ખુશખબર: અમદાવાદમાં મેટ્રો રાત્રે 2 વાગ્યા સુધી અને BRTS 12:30 સુધી દોડશે, જાણો નવા નિયમો

Ahmedabad Metro timings Navratri: અમદાવાદમાં નવરાત્રી નિમિત્તે ખેલૈયાઓ માટે મેટ્રો રાત્રે 2 અને BRTS 12:30 વાગ્યા સુધી ચાલુ રહેશે. મેટ્રોમાં 50 રૂપિયાની સ્પેશિયલ ટિકિટ લેવી પડશે. જાણો પૂરી વિગત.

MoneyControl Newsઅપડેટેડ Oct 15, 2026 પર 10:10 AM
નવરાત્રીમાં ખેલૈયાઓ માટે ખુશખબર: અમદાવાદમાં મેટ્રો રાત્રે 2 વાગ્યા સુધી અને BRTS 12:30 સુધી દોડશે, જાણો નવા નિયમોનવરાત્રીમાં ખેલૈયાઓ માટે ખુશખબર: અમદાવાદમાં મેટ્રો રાત્રે 2 વાગ્યા સુધી અને BRTS 12:30 સુધી દોડશે, જાણો નવા નિયમો
સામાન્ય દિવસોમાં અમદાવાદમાં મેટ્રો ટ્રેન રાત્રે 11 વાગ્યા સુધી જ ચાલતી હોય છે. પરંતુ હાલમાં ચાલી રહેલા નવરાત્રીના તહેવારને ધ્યાનમાં રાખીને આગામી 19 ઓક્ટોબર સુધી એક વિશેષ સમયપત્રક લાગુ કરવામાં આવ્યું છે.

Ahmedabad Metro timings Navratri: નવરાત્રીના પાવન પર્વમાં મોડી રાત સુધી ગરબે ઘૂમતા ખેલૈયાઓ માટે એક ખૂબ જ રાહત આપનારા સમાચાર સામે આવ્યા છે. અમદાવાદ શહેરમાં ગરબા રમતા નાગરિકોની સુવિધા માટે તંત્ર દ્વારા વાહનવ્યવહારના સમયમાં મોટો અને મહત્ત્વનો ફેરફાર કરવામાં આવ્યો છે. હવે ખેલૈયાઓ મોડી રાત્રે ગરબા રમીને સુરક્ષિત રીતે અને સરળતાથી ઘરે પહોંચી શકશે, કારણ કે મેટ્રો અને BRTS સેવાના સમયમાં વધારો કરી દેવાયો છે.

મેટ્રો ટ્રેન હવે રાત્રે 2 વાગ્યા સુધી દોડશે

સામાન્ય દિવસોમાં અમદાવાદમાં મેટ્રો ટ્રેન રાત્રે 11 વાગ્યા સુધી જ ચાલતી હોય છે. પરંતુ હાલમાં ચાલી રહેલા નવરાત્રીના તહેવારને ધ્યાનમાં રાખીને આગામી 19 ઓક્ટોબર સુધી એક વિશેષ સમયપત્રક લાગુ કરવામાં આવ્યું છે. શહેરના ચાર મુખ્ય મેટ્રો સ્ટેશન - વસ્ત્રાલ, થલતેજ, કોટેશ્વર અને APMC થી રાત્રે 2 વાગ્યા સુધી મેટ્રો ટ્રેનની સુવિધા મળશે. આ ઉપરાંત, APMC થી ગાંધીનગર સેક્ટર-1 વાળા રૂટ પર રાત્રે 1:45 વાગ્યા સુધી મેટ્રો ટ્રેન ચાલુ રાખવામાં આવશે.

ચૂકવવી પડશે 50 રૂપિયાની સ્પેશિયલ ટિકિટ

અહીં ખેલૈયાઓએ એક ખાસ બાબત ધ્યાન રાખવા જેવી છે. મોડી રાત્રે મુસાફરી કરવા માટે તમારી સામાન્ય ટિકિટ કે રેગ્યુલર પાસ માન્ય ગણાશે નહીં. આ વધારાના સમયમાં રાત્રે 11 વાગ્યા પછી મુસાફરી કરવા માટે તમારે 50 રૂપિયાની સ્પેશિયલ પેપર ટિકિટ ખરીદવી ફરજિયાત રહેશે. એટલે કે, મોડી રાત્રે મુસાફરી માટે તમારે થોડું વધુ ભાડું ચૂકવવું પડશે.

GMDC ગ્રાઉન્ડથી BRTS ની વિશેષ સુવિધા

અમદાવાદના સૌથી પ્રખ્યાત ગરબા સ્થળ એવા GMDC ગ્રાઉન્ડ પર આવતા લોકો માટે પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. અહીંથી મુસાફરો આસાનીથી ઘરે જઈ શકે તે માટે યુનિવર્સિટી BRTS સ્ટેશનથી રાત્રે 12:30 વાગ્યા સુધી બસ સેવા ચાલુ રાખવાનો નિર્ણય લેવાયો છે. આ સ્થળેથી ઝુંડાલ, મણિનગર અને ઓઢવ તળાવ સુધીના 3 મુખ્ય રૂટ પર વધારાની 10 BRTS બસો દોડાવવામાં આવશે.

બધા સમાચાર

+ વધુુ વાંચો