Get App

ચિંતાજનક રિપોર્ટ: ગુજરાતના 82% બાળકો મોબાઈલના બંધાણી, રમતના મેદાનો બન્યા સૂમસામ!

Mobile addiction in children: ASER 2024ના ચોંકાવનારા રિપોર્ટ મુજબ ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં 82% બાળકો સ્માર્ટફોનના વ્યસની બન્યા છે. 3 કલાકથી વધુ સ્ક્રીન ટાઈમ અને રમતના મેદાનોના અભાવે ભવિષ્યની પેઢીના શારીરિક સ્વાસ્થ્ય પર ગંભીર ખતરો. સંપૂર્ણ વિગત જાણો.

MoneyControl Newsઅપડેટેડ Nov 20, 2025 પર 12:38 PM
ચિંતાજનક રિપોર્ટ: ગુજરાતના 82% બાળકો મોબાઈલના બંધાણી, રમતના મેદાનો બન્યા સૂમસામ!ચિંતાજનક રિપોર્ટ: ગુજરાતના 82% બાળકો મોબાઈલના બંધાણી, રમતના મેદાનો બન્યા સૂમસામ!
રાજ્યના બાળકો મેદાની રમતોથી દૂર અને મોબાઈલની દુનિયામાં વધુને વધુ ડૂબી રહ્યા છે.

Mobile addiction in children: આજના ડિજિટલ યુગમાં, જ્યાં એક સમયે બાળકોના કલરવથી રમતના મેદાનો અને લાઈબ્રેરીઓ ગુંજતી હતી, ત્યાં હવે સ્માર્ટફોનની સ્ક્રીન પર નીરવ શાંતિ છવાઈ ગઈ છે. તાજેતરમાં આવેલા એન્યુઅલ સર્વે ઓફ એજ્યુકેશન રિપોર્ટ (ASER)-2024એ ગુજરાતના ભવિષ્ય અંગે એક ગંભીર ચિત્ર રજૂ કર્યું છે. આ રિપોર્ટ મુજબ, રાજ્યના બાળકો મેદાની રમતોથી દૂર અને મોબાઈલની દુનિયામાં વધુને વધુ ડૂબી રહ્યા છે.

ચોંકાવનારા આંકડા: શું કહે છે ASER રિપોર્ટ?

આ સર્વેના તારણો ખરેખર ચિંતાજનક છે. ગ્રામીણ ગુજરાતમાં સ્માર્ટફોનનો વપરાશ ખૂબ જ ઝડપથી વધ્યો છે.

* 82% બાળકો હવે સ્માર્ટફોનનો ઉપયોગ કરે છે.

* 83% બાળકો (8 થી 16 વર્ષની વયના) મોબાઇલનો ઉપયોગ કરતા જોવા મળ્યા છે.

* દરેક બાળકનો સરેરાશ સ્ક્રીન ટાઈમ દરરોજ 3 કલાકથી પણ વધુ છે.

* આશ્ચર્યજનક રીતે, 76% બાળકો સોશિયલ મીડિયા માટે, જ્યારે માત્ર 57% બાળકો શિક્ષણ માટે મોબાઈલનો ઉપયોગ કરે છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો