IMD Weather Alert : ભારતીય હવામાન વિભાગએ દેશના અલગ-અલગ ભાગોમાં ચોમાસાના રૌદ્ર સ્વરૂપને લઈને આજે નવું બુલેટિન જાહેર કર્યું છે. દેશના 13 રાજ્યોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ અને પશ્ચિમ બંગાળ સહિત અનેક રાજ્યોમાં ગાજવીજ સાથે 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન ફૂંકાવાની ચેતવણી આપવામાં આવી છે. સ્થાનિક પ્રશાસન અને લોકોને એલર્ટ રહેવા જણાવાયું છે.

