Get App

અમેરિકાએ બનાવ્યું ‘શાંત’ સુપરસોનિક વિમાન X-59: 1 કલાકમાં 1508 કિમી ઉડાન, ધ્વનિની ગતિથી ઝડપી પણ ધડાકો નહીં!

X-59 aircraft: અમેરિકાના NASAએ X-59 શાંત સુપરસોનિક વિમાનની પહેલી સફળ ઉડાન કરી. 1.4 માર્કની ગતિએ 1 કલાકમાં 1508 કિમી દૂરી, માત્ર કારનો દરવાજો બંધ થવા જેટલો જ અવાજ. વાંચો સંપૂર્ણ વિગતો.

MoneyControl Newsઅપડેટેડ Oct 30, 2025 પર 12:02 PM
અમેરિકાએ બનાવ્યું ‘શાંત’ સુપરસોનિક વિમાન X-59: 1 કલાકમાં 1508 કિમી ઉડાન, ધ્વનિની ગતિથી ઝડપી પણ ધડાકો નહીં!અમેરિકાએ બનાવ્યું ‘શાંત’ સુપરસોનિક વિમાન X-59: 1 કલાકમાં 1508 કિમી ઉડાન, ધ્વનિની ગતિથી ઝડપી પણ ધડાકો નહીં!
અમેરિકાના NASAએ X-59 શાંત સુપરસોનિક વિમાનની પહેલી સફળ ઉડાન કરી.

X-59 aircraft: અમેરિકાએ વિશ્વને ચોંકાવી દીધું છે. તેની અત્યાધુનિક X-59 સુપરસોનિક વિમાને પહેલી વખત આકાશમાં ઉડાન ભરી અને સફળતાપૂર્વક પરત ફર્યું. આ વિમાન ધ્વનિની ગતિથી પણ ઝડપી ઉડે છે, પરંતુ તેનો અવાજ એટલો ઓછો છે કે જાણે કારનો દરવાજો બંધ થઈ રહ્યો હોય.

પહેલી ઉડાન ક્યાં અને કેવી રીતે થઈ?

કેલિફોર્નિયાના રણ વિસ્તારમાં આવેલી લોકહીડ માર્ટિનની સ્કંક વર્ક્સ ફેસિલિટીથી સવારે 8:14 વાગ્યે X-59એ ઉડાન ભરી. નાસાના ચીફ ટેસ્ટ પાયલટ નીલ્સ લાર્સને વિમાન ઉડાવ્યું અને એડવર્ડ્સ એરફોર્સ બેઝ પર સુરક્ષિત ઉતાર્યું. આ પહેલી ઉડાન માત્ર 30 મિનિટની હતી અને તેને ધ્વનિની ગતિથી નીચે (સબસોનિક) રાખવામાં આવી હતી. બધા સિસ્ટમ સામાન્ય રીતે કામ કરતા જોવા મળ્યા. ઉડાન પછી સ્થળ પર તાળીઓ અને ઉત્સાહનો માહોલ છવાઈ ગયો.

X-59ની ખાસિયત શું છે?

આ વિમાન QueSST (Quiet Supersonic Technology) પ્રોજેક્ટ હેઠળ બનાવવામાં આવ્યું છે. સામાન્ય સુપરસોનિક વિમાનોમાં થતો ‘સોનિક બૂમ’ – જે 110થી 140 ડેસિબલ સુધીનો ધડાકો કરે છે – તેને X-59માં ઘણો ઘટાડી દેવામાં આવ્યો છે. વિમાનની ખાસ ડિઝાઇન અને ફ્યુઝલેજ આકારની મદદથી હવાનો પ્રવાહ એવી રીતે ફેરવાય છે કે ધડાકો ઉપરની તરફ વળી જાય. પરિણામે નીચે રહેલા લોકોને માત્ર 60 થી 80 ડેસિબલનો ‘થમ્પ’ સાંભળવા મળે – જેવો અવાજ કારનો દરવાજો બંધ થતાં આવે.

ગતિ અને ક્ષમતા

* મહત્તમ ગતિ: Mach 1.4 (લગભગ 1508 કિમી પ્રતિ કલાક)

બધા સમાચાર

+ વધુુ વાંચો