Get App

અમેરિકાનું મોટું એક્શન! 1 લાખથી વધુ વિઝા રદ, શું ભારતીય વિદ્યાર્થીઓ અને નોકરી કરતા લોકોની મુશ્કેલી વધશે? જાણો સંપૂર્ણ વિગત

US Visa Cancellation: અમેરિકાએ કડક વલણ અપનાવતા 1 વર્ષમાં રેકોર્ડબ્રેક 1 લાખથી વધુ વિઝા રદ કર્યા છે. ડ્રંક એન્ડ ડ્રાઈવ અને ઓવરસ્ટે જેવા કારણોસર ભારતીય વિદ્યાર્થીઓ અને પ્રોફેશનલ્સ પર જોખમ વધ્યું છે. જાણો શું છે નવા નિયમો.

MoneyControl Newsઅપડેટેડ Jan 13, 2026 પર 10:15 AM
અમેરિકાનું મોટું એક્શન! 1 લાખથી વધુ વિઝા રદ, શું ભારતીય વિદ્યાર્થીઓ અને નોકરી કરતા લોકોની મુશ્કેલી વધશે? જાણો સંપૂર્ણ વિગતઅમેરિકાનું મોટું એક્શન! 1 લાખથી વધુ વિઝા રદ, શું ભારતીય વિદ્યાર્થીઓ અને નોકરી કરતા લોકોની મુશ્કેલી વધશે? જાણો સંપૂર્ણ વિગત
US Visa Cancellation: અમેરિકાએ કડક વલણ અપનાવતા 1 વર્ષમાં રેકોર્ડબ્રેક 1 લાખથી વધુ વિઝા રદ કર્યા છે.

US Visa Cancellation: અમેરિકા જવા ઈચ્છતા અથવા ત્યાં રહેતા લોકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. અમેરિકાએ પોતાની વિઝા પોલીસીમાં મોટો ફેરફાર કરીને અત્યંત કડક વલણ અપનાવ્યું છે. અમેરિકી વિદેશ વિભાગ (US State Department)ના આંકડા મુજબ, ડોનાલ્ડ ટ્રમ્પ વ્હાઈટ હાઉસમાં પાછા ફર્યા બાદ અત્યાર સુધીમાં 1 લાખથી વધુ વિઝા રદ કરવામાં આવ્યા છે. આ આંકડો એક રેકોર્ડ સમાન છે.

આ નિર્ણયની સીધી અસર માત્ર સામાન્ય પ્રવાસીઓ પર જ નહીં, પરંતુ ત્યાં ભણતા વિદ્યાર્થીઓ અને નોકરી કરતા પ્રોફેશનલ્સ પર પણ પડી છે. ખાસ કરીને H-1B, L-1B અને O-1 જેવી સ્પેશિયલ વિઝા કેટેગરીમાં પણ મોટા પાયે વિઝા કેન્સલ કરવામાં આવ્યા છે, જે ચિંતાનો વિષય છે.

વિઝા રદ થવાના મુખ્ય 4 કારણો

સ્ટેટ ડિપાર્ટમેન્ટના ડેપ્યુટી પ્રવક્તા ટોમી પિગોટના જણાવ્યા અનુસાર, વિઝા રદ કરવા પાછળ મુખ્યત્વે ચાર કારણો જવાબદાર છે:

1) વિઝાની મુદત પૂરી થયા પછી પણ રોકાઈ રહેવું.

2) દારૂ પીને વાહન ચલાવવું.

3) મારામારી કે હુમલો કરવો.

બધા સમાચાર

+ વધુુ વાંચો