PNG connection rules: જો તમે રસોઈ માટે પાઈપવાળા ગેસ એટલે કે PNG (Piped Natural Gas) નો ઉપયોગ કરો છો, તો તમારા માટે એક બહુ જ મહત્વના સમાચાર છે. દેશમાં એલપીજી (LPG)ની અછતને જોતા કેન્દ્ર સરકારે એક મોટો નિર્ણય લીધો છે. નવા આદેશ મુજબ હવે PNG કનેક્શન ધરાવતા ગ્રાહકો ઘરમાં LPG સિલિન્ડર નહીં રાખી શકે.

