Get App

અનિલ અંબાણી પરિવાર પર CBIનો ગાળિયો: પુત્ર જય અનમોલ સામે 228 કરોડની છેતરપિંડીનો કેસ દાખલ, જાણો સમગ્ર મામલો

Anmol Ambani CBI: અનિલ અંબાણીના પુત્ર જય અનમોલ અંબાણી પર CBI દ્વારા 228 કરોડની બેંક છેતરપિંડીનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. યુનિયન બેંક ઓફ ઈન્ડિયાની ફરિયાદના આધારે આ કાર્યવાહી થઈ. જાણો 450 કરોડની લોન અને ફંડ ડાયવર્ઝનનો આખો મામલો.

MoneyControl Newsઅપડેટેડ Dec 10, 2025 પર 12:49 PM
અનિલ અંબાણી પરિવાર પર CBIનો ગાળિયો: પુત્ર જય અનમોલ સામે 228 કરોડની છેતરપિંડીનો કેસ દાખલ, જાણો સમગ્ર મામલોઅનિલ અંબાણી પરિવાર પર CBIનો ગાળિયો: પુત્ર જય અનમોલ સામે 228 કરોડની છેતરપિંડીનો કેસ દાખલ, જાણો સમગ્ર મામલો
અનિલ અંબાણીના પુત્ર જય અનમોલ અંબાણી પર CBI દ્વારા 228 કરોડની બેંક છેતરપિંડીનો કેસ દાખલ કરવામાં આવ્યો છે.

Anmol Ambani CBI: ઉદ્યોગપતિ અનિલ અંબાણીના પરિવારની મુશ્કેલીઓ ફરી એકવાર વધી છે. કેન્દ્રીય તપાસ બ્યુરો (CBI) એ અનિલ અંબાણીના પુત્ર જય અનમોલ અંબાણી અને અન્ય લોકો સામે 228.06 કરોડની કથિત બેંક છેતરપિંડીનો કેસ નોંધ્યો છે. આ કેસ યુનિયન બેંક ઓફ ઈન્ડિયા દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદના આધારે કરવામાં આવ્યો છે. બેંકનો આરોપ છે કે અનમોલ અંબાણીના સમૂહની કંપનીએ લોન લીધી પરંતુ તેને ચૂકવવામાં નિષ્ફળ રહી, જેના કારણે બેંકને મોટું આર્થિક નુકસાન થયું.

શું છે 450 કરોડની લોનનો મામલો?

યુનિયન બેંક ઓફ ઈન્ડિયાની ફરિયાદ મુજબ, રિલાયન્સ હોમ ફાઇનાન્સ લિમિટેડ (RHFL)એ બેંકની મુંબઈ શાખામાંથી પોતાના વ્યવસાયિક કાર્યો માટે 450 કરોડની ક્રેડિટ લિમિટ (લોન સુવિધા) મેળવી હતી. આ લોન આપતી વખતે બેંકે કેટલીક શરતો પણ મૂકી હતી, જેમાં નીચે મુજબની બાબતોનો સમાવેશ થાય છે:

* નાણાકીય શિસ્ત જાળવવી.

*સમયસર હપ્તા, વ્યાજ અને અન્ય ચાર્જ ચૂકવવા.

*તમામ વેચાણની આવકને બેંક ખાતા દ્વારા જ વહેવડાવવી.

*લોન ડિફોલ્ટ અને ભંડોળનો દુરુપયોગ

બધા સમાચાર

+ વધુુ વાંચો