Champions Trophy 2025: ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 શરૂ થાય તે પહેલાં, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ એટલે કે PCB દ્વારા એક વિવાદ ઉભો થયો હતો. કરાચીના નેશનલ સ્ટેડિયમમાં ભારતીય ધ્વજ નહોતો. ભારતીય ટીમ પણ ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભાગ લઈ રહી છે. ભલે ટીમ ઈન્ડિયાની મેચ દુબઈમાં હોય, પણ ભારતીય ધ્વજ પણ ત્યાં હોવો જોઈતો હતો. આપણે તેને ભૂલ કહીએ કે બોર્ડે જાણી જોઈને કર્યું, તે અલગ વાત છે, પરંતુ જ્યારે આના પર વિવાદ શરૂ થયો, ત્યારે બોર્ડે થોડા દિવસો પછી તેને સુધારી લીધો. હવે પાકિસ્તાનમાં પણ ભારતીય ધ્વજ લહેરાશે. PCBએ હવે કરાચીમાં પણ ભારતીય ધ્વજ ફરકાવ્યો છે.

