Generation Beta: ભારતમાં ‘જનરેશન બિટા'ના પ્રથમ બાળકનો જન્મ મિઝોરમમાં થયો છે. બાળકનું નામ ફ્રેન્કી રાખવામાં આવ્યું છે અને તેના પિતાનું નામ જેડી રેમરુતસાંગા અને માતાનું નામ રામજીરમાવી છે. બાળકનો જન્મ 1 જાન્યુઆરીના 3 મિનિટ પછી એટલે કે 12:03 વાગ્યે થયો હતો. આ પેઢી 1 જાન્યુઆરી, 2025થી શરૂ થઈ છે. સામાન્ય રીતે પેઢીઓમાં ફેરફાર દર 20 વર્ષે થાય છે, પરંતુ આ વખતે જનરેશન બીટા 11 વર્ષના અંતરાલ પછી જ આવી છે. 2013થી 2024 દરમિયાન જન્મેલા બાળકોને ‘જનરેશન આલ્ફા' કહેવામાં આવે છે. અગાઉ, 1995થી 2012 સુધી જન્મેલા બાળકોને જનરેશન Z કહેવામાં આવતું હતું. જનરેશન Z એ પેઢી હતી જે વૈશ્વિક કનેક્ટિવિટી સાથે ઉછરી હતી. જ્યારે જનરેશન આલ્ફા એવી પેઢી હતી જેને જન્મથી જ હાઈ સ્પીડ ઈન્ટરનેટની સુવિધા મળી હતી.

