Get App

US-Iran War Ends: અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધનો અંત, ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈરાની રાષ્ટ્રપતિએ શાંતિ કરાર પર કર્યા હસ્તાક્ષર

અમેરિકા અને ઈરાન વચ્ચે છેલ્લા 3 મહિનાથી ચાલતા યુદ્ધનો સત્તાવાર અંત આવ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈરાનના રાષ્ટ્રપતિએ ઐતિહાસિક સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા છે.

MoneyControl Newsઅપડેટેડ Jun 18, 2026 પર 8:51 AM
US-Iran War Ends: અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધનો અંત, ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈરાની રાષ્ટ્રપતિએ શાંતિ કરાર પર કર્યા હસ્તાક્ષરUS-Iran War Ends: અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધનો અંત, ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈરાની રાષ્ટ્રપતિએ શાંતિ કરાર પર કર્યા હસ્તાક્ષર
અમેરિકન મીડિયાના અહેવાલો મુજબ આ કરારને સફળ બનાવવામાં પાકિસ્તાન અને કતાર સહિતના દેશોએ મધ્યસ્થી તરીકે મહત્વની ભૂમિકા ભજવી છે.

US-Iran War Ends: અમેરિકા અને ઈરાન વચ્ચે છેલ્લા 3 મહિનાથી વધુ સમયથી ચાલતા ભીષણ યુદ્ધનો આખરે અંત આવ્યો છે. બંને દેશો વચ્ચે યુદ્ધ સમાપ્ત કરવા માટે એક વચગાળાના સમજૂતી કરાર (MoU) પર ઔપચારિક રીતે હસ્તાક્ષર થઈ ગયા છે.

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગુરુવારે 18 જૂનના રોજ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન સાથેની બેઠક દરમિયાન પેરિસના વર્સેલ્સ પેલેસમાં આ ઐતિહાસિક દસ્તાવેજ પર સહી કરી હતી. ફ્રાન્સના રાષ્ટ્રપતિ દ્વારા આયોજિત રાત્રિભોજન કાર્યક્રમમાં આ પ્રક્રિયા પૂર્ણ થઈ હતી. બીજી તરફ ઈરાનના રાષ્ટ્રપતિ પઝશકિયાને પોતાના દેશમાંથી ઈલેક્ટ્રોનિક માધ્યમથી આ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા.

ભારતીય સમય મુજબ ગુરુવારે વહેલી સવારે 5 વાગ્યે બંને નેતાઓની સહી થતાની સાથે જ આ કરાર અમલમાં આવી ગયો છે. ફ્રાન્સમાં G7 સમિટ પૂર્ણ કર્યા બાદ પત્રકારો સાથે વાત કરતા ડોનાલ્ડ ટ્રમ્પે પુષ્ટિ કરી કે સમજૂતી પર સત્તાવાર મહોર લાગી ગઈ છે અને આ એક મોટી કૂટનીતિક સફળતા છે.

ટ્રમ્પની જાહેરાત બાદ ઈરાને પણ આ મેમોરેન્ડમને અંતિમ સ્વરૂપ આપવાની વાત સ્વીકારી છે. ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઈસ્માઈલ બકાઈએ સરકારી મીડિયા સંસ્થાન IRIB ને જણાવ્યું કે બંને પક્ષો દ્વારા ડિજિટલ સહીની પ્રક્રિયા પૂરી થતાં હવે આ સમજૂતી સત્તાવાર બની ગઈ છે. તેમણે સ્પષ્ટ કર્યું કે ડિજિટલ હસ્તાક્ષર માટે અગાઉથી જ સહમતિ બની હતી.

બધા સમાચાર

+ વધુુ વાંચો