Get App

ચીનનો મોટો ધડાકો: પેટ્રોલ-ડીઝલ ગાડીઓ પાછળ રહી ગઈ, EVનું વેચાણ ટોપ પર! જાણો ભારત હજુ કેટલું દૂર?

China EV Sales: ચીનમાં ઈલેક્ટ્રિક વાહનોના વેચાણે ઈતિહાસ રચ્યો છે. પહેલીવાર EV નું વેચાણ પેટ્રોલ-ડીઝલ ગાડીઓ કરતા વધી ગયું છે. જાણો ભારતમાં EV ની શું સ્થિતિ છે અને આંકડા શું કહે છે.

MoneyControl Newsઅપડેટેડ Feb 06, 2026 પર 12:56 PM
ચીનનો મોટો ધડાકો: પેટ્રોલ-ડીઝલ ગાડીઓ પાછળ રહી ગઈ, EVનું વેચાણ ટોપ પર! જાણો ભારત હજુ કેટલું દૂર?ચીનનો મોટો ધડાકો: પેટ્રોલ-ડીઝલ ગાડીઓ પાછળ રહી ગઈ, EVનું વેચાણ ટોપ પર! જાણો ભારત હજુ કેટલું દૂર?
China EV Sales: ચીનમાં ઈલેક્ટ્રિક વાહનોના વેચાણે ઈતિહાસ રચ્યો છે.

China EV Sales: ઓટોમોબાઈલ સેક્ટરમાં ચીને એક એવો કમાલ કરી બતાવ્યો છે, જેની ચર્ચા આખી દુનિયામાં થઈ રહી છે. ઈલેક્ટ્રિક વાહનો (EV)ની રેસમાં ચીન ખૂબ આગળ નીકળી ગયું છે. ચીનમાં પહેલીવાર એવું બન્યું છે કે ઈલેક્ટ્રિક કારનું વેચાણ પેટ્રોલ અને ડીઝલથી ચાલતી ગાડીઓ કરતા વધી ગયું હોય. આ બદલાવ દર્શાવે છે કે હવે લોકો પરંપરાગત ઈંધણવાળી ગાડીઓને છોડીને ગ્રીન એનર્જી તરફ વળી રહ્યા છે.

પેટ્રોલ-ડીઝલ ગાડીઓના વેચાણમાં મોટો ઘટાડો

આંકડાઓ પર નજર કરીએ તો, ગત વર્ષે ચીનમાં કુલ 13.1 મિલિયન (1.31 કરોડ) ઈલેક્ટ્રિક ગાડીઓનું વેચાણ થયું હતું. તેની સામે પેટ્રોલ અને ડીઝલ ગાડીઓનું વેચાણ માત્ર 12.3 મિલિયન યુનિટ રહ્યું હતું. તમને જાણીને નવાઈ લાગશે કે પેટ્રોલ-ડીઝલ ગાડીઓના વેચાણનો આ આંકડો છેલ્લા 15 વર્ષમાં સૌથી ઓછો છે.

છેલ્લા એક વર્ષમાં જ પેટ્રોલ-ડીઝલ ગાડીઓના વેચાણમાં 13 ટકાનો ઘટાડો નોંધાયો છે. આ સતત આઠમું વર્ષ છે જ્યારે ચીનમાં પરંપરાગત ઈંધણથી ચાલતી ગાડીઓની ડિમાન્ડ ઘટી રહી છે.

2017 પછી સતત ડાઉનફોલ

ચીનમાં પેટ્રોલ અને ડીઝલ કારનું માર્કેટ 2017 માં તેની ટોચ (Peak) પર હતું. જોકે, ત્યારથી અત્યાર સુધીમાં તેમાં 49% જેટલો જંગી ઘટાડો આવ્યો છે, એટલે કે લગભગ 11.6 મિલિયન યુનિટ ઓછા વેચાયા છે. નિષ્ણાતોનું માનવું છે કે 2030 સુધીમાં ચીનમાં EV નું વેચાણ વધીને 21.2 મિલિયન યુનિટ સુધી પહોંચી શકે છે. જ્યારે બીજી તરફ, પેટ્રોલ-ડીઝલ કારનું વેચાણ ઘટીને માત્ર 4.9 મિલિયન યુનિટ રહી જવાનો અંદાજ છે.

BYDએ ટેસ્લાને પછાડ્યું

બધા સમાચાર

+ વધુુ વાંચો