Get App

Congo Landslide: સ્માર્ટફોન-લેપટોપ થશે મોંઘા? કોંગોની ખાણમાં ભૂસ્ખલનથી 200ના મોત, ટેક ઈન્ડસ્ટ્રીમાં ફફડાટ

MoneyControl Newsઅપડેટેડ Feb 04, 2026 પર 10:07 AM
Congo Landslide: સ્માર્ટફોન-લેપટોપ થશે મોંઘા? કોંગોની ખાણમાં ભૂસ્ખલનથી 200ના મોત, ટેક ઈન્ડસ્ટ્રીમાં ફફડાટCongo Landslide: સ્માર્ટફોન-લેપટોપ થશે મોંઘા? કોંગોની ખાણમાં ભૂસ્ખલનથી 200ના મોત, ટેક ઈન્ડસ્ટ્રીમાં ફફડાટ
Congo Landslide: આફ્રિકાના કોંગોમાં આવેલી રૂબાયા ખાણમાં ભયાનક ભૂસ્ખલનથી 200થી વધુ લોકોના મોત થયા છે.

Congo Landslide: આફ્રિકાના દેશ કોંગોમાં કુદરતે ભારે કહેર વર્તાવ્યો છે. અહીં ભારે વરસાદ અને જમીન ધસી પડવાની ઘટનાઓએ ભયાનક તબાહી મચાવી છે. આ દુર્ઘટના માત્ર કોંગો પૂરતી સીમિત નથી, પરંતુ તેની અસર તમારા અને મારા હાથમાં રહેલા સ્માર્ટફોન અને લેપટોપ પર પણ પડી શકે છે. કોંગોની પ્રખ્યાત રૂબાયા કોલ્ટન ખાણમાં બે વખત મોટા પાયે ભૂસ્ખલન થતાં 200થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે અને હજુ પણ અનેક લોકો કાટમાળ નીચે દબાયેલા હોવાની આશંકા છે.

ભારે વરસાદ બાદ પહાડ તૂટ્યો: કેવી રીતે બની ઘટના?

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ હૃદયદ્રાવક ઘટના કોંગોના કિવુ પ્રાંતમાં બની છે. ભારે વરસાદના કારણે તારીખ 28 જાન્યુઆરીના રોજ પહેલું ભૂસ્ખલન થયું હતું, જેમાં પહાડનો એક મોટો ભાગ તૂટીને ખાણ પર પડ્યો હતો. કુદરતનો કોપ અહીં જ અટક્યો ન હતો; તેના બીજા જ દિવસે એટલે કે 29મી જાન્યુઆરીએ ફરીથી ભૂસ્ખલન થયું હતું.

આ વિસ્તાર હાલમાં મિલિશિયા ગ્રૂપ-M23 નામના સશસ્ત્ર બળવાખોર જૂથના કબજામાં છે. સ્થાનિક અધિકારીઓ અને બળવાખોર જૂથોએ પુષ્ટિ કરી છે કે છેલ્લા 5 દિવસથી સતત રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે, પરંતુ કીચડ અને વરસાદના કારણે બચાવ કામગીરીમાં મુશ્કેલી પડી રહી છે.

મૃત્યુઆંક વધવાની ભીતિ: બાળકો અને મહિલાઓ પણ ભોગ બન્યા

આ દુર્ઘટનામાં માત્ર ખાણમાં કામ કરતા મજૂરો જ નહીં, પરંતુ ત્યાં હાજર સામાન્ય નાગરિકો પણ ભોગ બન્યા છે. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ, જ્યારે પહાડ ધસી પડ્યો ત્યારે ત્યાં કોલ્ટન કાઢતા શ્રમિકો ઉપરાંત નાના બાળકો અને માર્કેટમાં શાકભાજી વેચતી મહિલાઓ પણ હાજર હતી. કીચડના તોતિંગ થર નીચે હજુ પણ અનેક લોકો દબાયેલા હોવાની આશંકા છે, જેના કારણે મૃત્યુઆંક 200થી પણ વધી શકે છે. હાલમાં 20 જેટલા ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.

તમારા મોબાઈલ સાથે આ ઘટનાનું શું કનેક્શન?

બધા સમાચાર

+ વધુુ વાંચો