Covid-19 in India: ભારતમાં ફરી એકવાર કોરોના વાયરસ (કોવિડ-19)ના કેસમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે, જેના કારણે દેશભરમાં ચિંતાનું વાતાવરણ ઊભું થયું છે. આજે દેશમાં કોવિડ-19ના એક્ટિવ કેસની સંખ્યા 1,000ને પાર કરી ગઈ છે. કેરળમાં સૌથી વધુ 430 એક્ટિવ કેસ નોંધાયા છે, જ્યારે કર્ણાટકમાં એક વૃદ્ધ વ્યક્તિનું કોવિડ-19ના કારણે મોત થયું છે. દિલ્હીમાં પણ 100થી વધુ કેસ સામે આવ્યા છે, જેના કારણે સરકાર અને હેલ્થ ડિપાર્ટમેન્ટ સતર્ક થયા છે.

