Get App

દેશની પ્રથમ હાઈડ્રોજન ટ્રેન શરૂ: સોનીપતથી જીંદ વચ્ચે માત્ર 25માં મુસાફરી, જાણો ટાઇમ ટેબલ અને રૂટ

India first hydrogen train: ભારતીય રેલવેના ઇતિહાસમાં નવો અધ્યાય. પીએમ મોદીએ દેશની પ્રથમ હાઇડ્રોજન ટ્રેનને સોનીપત-જીંદ રૂટ પર લીલી ઝંડી આપી. માત્ર 25માં 89 કિમીની પ્રદૂષણ મુક્ત મુસાફરી.

MoneyControl Newsઅપડેટેડ Jul 17, 2026 પર 7:32 PM
દેશની પ્રથમ હાઈડ્રોજન ટ્રેન શરૂ: સોનીપતથી જીંદ વચ્ચે માત્ર 25માં મુસાફરી, જાણો ટાઇમ ટેબલ અને રૂટદેશની પ્રથમ હાઈડ્રોજન ટ્રેન શરૂ: સોનીપતથી જીંદ વચ્ચે માત્ર 25માં મુસાફરી, જાણો ટાઇમ ટેબલ અને રૂટ
India first hydrogen train: ભારતીય રેલવેના ઇતિહાસમાં નવો અધ્યાય.

India first hydrogen train: ભારતીય રેલવે અને દેશવાસીઓ માટે આજનો દિવસ અત્યંત ગર્વ અને ઐતિહાસિક છે. ભારતમાં પર્યાવરણને અનુકૂળ અને પ્રદૂષણ મુક્ત એવી દેશની સૌપ્રથમ ‘હાઇડ્રોજન ટ્રેન' આજથી સામાન્ય જનતા માટે શરૂ કરી દેવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોનીપત-જીંદ રેલવે રૂટ પર આ ટ્રેનને લીલી ઝંડી બતાવીને પ્રસ્થાન કરાવ્યું છે. આધુનિક ટેકનોલોજીથી બનેલી આ ટ્રેન મુસાફરોને માત્ર સારી સગવડ જ નહીં, પણ એકદમ સસ્તી મુસાફરી પણ પૂરી પાડશે.

માત્ર 25માં 89 કિલોમીટરની સફર

સામાન્ય લોકોને ધ્યાનમાં રાખીને રેલવે વિભાગે આ હાઇડ્રોજન ટ્રેનનું ભાડું સામાન્ય પેસેન્જર ટ્રેન જેટલું જ રાખ્યું છે. જીંદથી સોનીપત વચ્ચેની 89 કિલોમીટરની મુસાફરી માટે તમારે વધુમાં વધુ માત્ર 25 ચૂકવવા પડશે. જ્યારે નજીકના સ્ટેશનો પર જવા માટે ઓછામાં ઓછું ભાડું 10 થી શરૂ થાય છે. આ ટ્રેન અઠવાડિયામાં 6 દિવસ ચાલશે અને તેની વધુમાં વધુ સ્પીડ 75 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને, સોનીપત પોલીસ કમિશનરેટ વિસ્તારમાં હાલ પૂરતો ડ્રોન ઉડાડવા પર કામચલાઉ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

ટ્રેનનું ટાઇમ ટેબલ (Train No. 74010 / 74009)

રોજિંદા સમયપત્રક મુજબ, આ ટ્રેન દરરોજ સવારે 7:40 વાગ્યે જીંદથી ઉપડશે અને સવારે 9:40 વાગ્યે સોનીપત પહોંચશે. જ્યારે રિટર્નમાં આ ટ્રેન સોનીપતથી સવારે 10:30 વાગ્યે નીકળશે અને બપોરે 1:00 વાગ્યે જીંદ પહોંચશે.

બધા સમાચાર

+ વધુુ વાંચો