Delhi Building Collapse: દિલ્હીના સત્ય નિકેતનમાં 5 માળની ઇમારત ધરાશાયી થતાં 6 લોકોના કરૂણ મોત નિપજ્યા છે. આ ગંભીર દુર્ઘટના પછી દિલ્હી નગર નિગમ સફાળું જાગ્યું છે. MCD એ રાજધાનીમાં ગેરકાયદેસર બાંધકામો સામે મોટી ઝુંબેશ શરૂ કરીને 4 માળથી વધુ ઊંચાઈ ધરાવતી તમામ ગેરકાયદે ઇમારતોને તાત્કાલિક સીલ કરવાનો આદેશ આપ્યો છે. સાથે જ, જે અધિકારીઓની મિલીભગતથી આવા બાંધકામો ઊભા થયા છે તેમની સામે પણ કડક કાર્યવાહીના નિર્દેશ અપાયા છે.

