Domestic air traffic: જાન્યુઆરીમાં ભારતનો ડોમેસ્ટિક એર ટ્રાફિક ગયા વર્ષના સમાન સમયગાળાની સરખામણીમાં 11.28 ટકા વધીને 1.46 કરોડ થયો છે. તેનો અર્થ એ કે ડોમેસ્ટિક હવાઈ મુસાફરોની સંખ્યા સતત વધી રહી છે. પીટીઆઈના સમાચાર અનુસાર, ગુરુવારે ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) દ્વારા જાહેર કરાયેલા સત્તાવાર આંકડા મુજબ, ગયા મહિને ઇન્ડિગોનો બજાર હિસ્સો વધીને 65.2 ટકા થયો હતો જ્યારે એર ઇન્ડિયા ગ્રુપનો હિસ્સો ઘટીને 25.7 ટકા થયો હતો. આકાશ એર અને સ્પાઈસ જેટનો બજાર હિસ્સો અનુક્રમે 4.7 ટકા અને 3.2 ટકા વધ્યો છે.

